ગાંધીનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા દહેગામ તાલુકાના રખિયાલ ગામે ગુરૂવારે સ્નેહ મિલન તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.
સિવિલ ડિફેન્સના ડાયરેકટર જનરલ પી.બી.ગોંદીયા, અતિથિ વિશેષ તરીકે નાયબ કમાન્ડન્ટ જનરલ બિરેન્દ્રસિંહ રાણા, સરપંચ, હોમગાર્ડના કમાન્ડન્ટ વિષ્ણુભાઇ પ્રજાપતિ, રખિયાલ યુનિટના ઇન્ચાર્જ હિતેશકુમાર જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી મહેમાનો તેમજ વિશિષ્ટ યોગદાન આપનારનું સન્માન કર્યુ હતુ.