અંબાજી જતા ભકતો માટે જિલ્લામાં ઠેરઠેર સેવા કેમ્પો લાગ્યા

1190

ગાંધીનગરના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે. ભાદરવી પુનમે અંબાજી દર્શને જતાં ભકતોના માર્ગમાં આવતું પાટનગર પણ ભકતોની સેવા માટેના અનેક કેમ્પોથી ભક્તિમય બન્યું છે.

જુદી જુદી સેવાઓ કરવા માટે જુદા જુદા મંડળો, પક્ષો તથા લોકોએ માર્ગમાં સેવા માટેના કેમ્પ લગાવી સેવા કાર્ય આરંભ્યું છે. પગપાળા અંબાજી જતાં ભક્તો માટે સ્નાન, આરામ, ભોજન તેમજ મેડિકલ સેવાઓ જુદા જુદા કેમ્પમાં પુરી પાડવામાં આવતી હોય છે. જે ભકતોની તમામ જરૂરિયાતોને ધ્યાન રાખે છે. પૂનમના થોડા દિવસ બાકી હોય ત્યાં સુધી આ કેમ્પમાં અવિરત સેવા કાર્ય કરાતું હોય છે.

Previous articleરખિયાલમાં હોમગાર્ડઝ યુનિટ દ્વારા સ્નેહ મિલન અને સન્માન
Next articleસ્વચ્છતા હી સેવા પખવાડિયાનો પ્રારંભ કરાવતાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા