સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની ઉજવણી અંતર્ગત તા. ૧૫ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓકટોબર, ૨૦૧૮ દરમ્યાન સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પુરૂપોત્તમભાઇ રૂપાલાએ ગાંધીનગરના પંચદેવ મંદિર, સેકટર-૨૨ ખાતેથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ઘરી પ્રારંભ કરાવ્યો હતો.
દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાના સંદેશ અંગે દેશની મહાનહસ્તીઓ સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી દેશભરમાં સ્વચ્છતા ભારત અભિયાન ચલાવવા આહૂવાન કર્યું હતું.
આ સંવાદનું જીવંત પ્રસારણ કેન્દ્રીય મંત્રી પુરૂપોત્ત્મભાઇ રૂપાલા, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ મંત્રી દિલીપભાઇ સંધાણીઅને વાડીભાઇ પટેલ, અગ્રણી પૂનમભાઇ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર એસ.એલ. અમરાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.બી.બારૈયાના હસ્તે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.