ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પૂર્વાંચલની જવાબદારી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સંભાળી લેવા માટે તૈયાર થયા છે. યોગી ગુજરાતના એવા જિલ્લામાં ઝંઝાવતી પ્રચાર કરનાર છે જ્યાં ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો વધારે રહે છે. ત્યાં યોગીના કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યા છે. યોગી જુદી જુદી તારીખોના દિવસે ગુજરાતમાં એક સપ્તાહથી વધુનો સમય ગાળશે. ઉત્તરપ્રદેશની બહાર યોગી સૌથી મોટા પ્રચાર અભિયાનમાં સામેલ થવા જઇ રહ્યા છે. આ અગાઉ પણ યોગી ગુજરાતમાં કાઢવામાં આવેલી પાર્ટીની ગૌરવ યાત્રામાં ૧૩ અને ૧૪ ઓક્ટોબરના દિવસે સામેલ થયા હતા. હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના લોકો આક્રમક પ્રચાર કરવા માટે તૈયારી કરી રહ્યા છે. પહાડી પ્રદેશની જમીન અને લોકપ્રિયતાના પરિણામસ્વરૂપે હિમાચલપ્રદેશમાં પણ યોગી આશરે ત્રણ ચાર દિવસ સુધી જોરદાર પ્રચાર કરનાર છે. પ્રથમ તબક્કામાં યોગી ૨૯મી ઓક્ટોબરના દિવસે એટલે કે આવતીકાલે હિમાચલપ્રદેશ પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ બે દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લેનાર છે. અલબત્ત ઉત્તરપ્રદેશમાં નિગતમ ચૂંટણીને લઇને અહીં બાદ યોગી સૌથી વધારે સમય ગુજરાતમાં જ રહેનાર છે. ગુજરાતમાં કાઢવામાં આવેલી પાર્ટીની ગૌરવ યાત્રામાં પણ યોગીએ ૧૩-૧૪મી ઓક્ટોબરના દિવસે પાર્ટીનુ નેતૃત્વ કર્યુ હતુ. સુત્રોના બાબત પર વિશ્વાસ કરવામાં આવે તો ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જે રૂપરેખા તૈયાર થઇ છે તે મુજબ ગુજરાતમાં બહારના નેતાઓ પૈકી સૌથી વધારે ઉપયોગી યોગી આદિત્યનાથનો કરવામાં આવનાર છે. ગૌરવ યાત્રા દરમિયાન પણ યોગી નવસારી, વલસાડ અને સુરત જેવી જગ્યાએ સભા કરી ચુક્યા છે. જે દક્ષિણ ગુજરાતના હિસ્સા તરીકે છે. ભાજપના ગુજરાત એકમના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે દક્ષિણ ગુજરાતમાં ઉત્તરપ્રદેશ અને બિહારના ૧૫ લાખ લોકો રહે છે. જેથી યોગીના કાર્યક્રમ મોટા ભાગે એવા જિલ્લામાં રાખવામાં આવ્યા છે જ્યાં ઉત્તર ભારતીય લોકો વધુ પ્રમાણમાં છે. ચૂંટણીમાં સંગઠનની દ્રષ્ટિએ પણ ભાજપ ઉત્તરપ્રદેશના મહામંત્રી અને પ્રદેશ સરકારમાં સ્વતંત્ર પ્રભાર સ્વતંત્રદેવ સિંહને ભુજની આસપાસના ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર વ્યવસ્થા માટે મુકી દેવામાં આવ્યા છે. બીજી બાજુ રાષ્ટ્રીય મંત્રી અને ઉત્તરપ્રદેશ સરકારમાં સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રધાન મહેમન્દ્રસિંહને પણ અમદાવાદની આસપાસના ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારની વ્યવસ્થામાં મુકી દેવામાં આવ્યા છે. જે ગુજરાત મોડલના કારણે મોદીની પ્રતિષ્ઠા મજબુત બની હતી અને તેઓ દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા છે તેના પર જ કોંગ્રેસે હાલમાં પ્રહારો કર્યા છે. ગુજરાત મોડલને લઇને ચારેબાજુ ટિકા થઇ રહી છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકુરના કારણે જાતિય વિભાજનની શક્યતા મજબુત બની છે. આના કારણે વિકાસની સાથે સાથે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની પરંપરાના એજન્ડાને પણ ભાજપ આગળ વધારીને જીત મેળવી લેવાની યોજનવા ધરાવે છે. યોગી આમાં બિલકુલ ફિટ બેસે છે. વ્યક્તિગત રીતે કેરળ, હિમાચલ પ્રદેશ અને હવે ગુજરાતમાં પાર્ટીના ચહેરા તરીકે તેમને રજૂ કરવાની બાબત પણ તેમના વ્યક્તિગત માટે ખુબ ઉપયોગી છે. ખાસ કરીને વડાપ્રધાનના વતન રાજ્યમાં ચૂંટણી ટ્રમ્પ તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવનાર છે જે તેમના માટે મોટી બાબત છે. ગુજરાતમાં ભાજપે તમામ તાકાત લગાવી છે.