ઘોઘા ગામે આવેલ પશુ દવાખાના સામેથી થતા આરસીસી રોડ વચ્ચેથી પસાર થતી ડ્રેનેજ લાઈના મેન હોલનું ઢાંકણ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોય જવાબદાર તંત્ર આ ક્ષતિ દુર કરવાના બદલે ગંભીર અકસ્માતનું આમંત્રણ આપી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આવી ગંભીર બેદરકારીને તંત્ર ગંભીરતાથી લઈ ઢાંકાન સત્વરે બંધ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.