વલભીપુર ખાતે માનસ કન્યા શાળા ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં ભાવનગર સર.ટી. હોસ્પિટલના બ્લડ ડોનેટ વિભાગના સહયોગથી વલભીપુર ખાતે નગરપાલિકાના હાલ નવ નિયુકત ભાવિ પ્રમુખ જયાબા ચાવડાના પતિ દિપસિંહ ચાવડાનું ૧ર દિવસ પુર્વ અવસાન થયેલ જેના સ્મણાર્થે બ્લડ ડોનેકશન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં ત્રણ કલાકમાં ૮ર બોટલનું દાન સર.ટી. હોસ્પિટલ ભાવનગરને મળવા પામ્યું હતું.ે જેમાં વલભીપુરના સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો, કાર્યકરો તથા યુવા મંડળોના યુવાનો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી ભગીરથ કાર્યમાં જોડાયા હતાં. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અશોકભાઈ ચાવડા સહિતનાએ કરેલ હતું.