પાલિતાણા મામલતદાર કચેરી ખાતે વિવિધ પ્રકારની કામગીરી થઈ રહી છે જેમાં પ્રજાના કામ હાલ છેલ્લા ત્રણ દિવસથી ઈન્ટરનેટ કનેકશન બંધ હોવાથી થતા નથી ગામડાના લોકોને રોજપાડી, અગત્યના કામો પડતા મુકી મામલતદાર કચેરીએ ધક્કા ખાવાનો વારો આવે છે. છાશવારે ઈન્ટરનેટ બંધ હોવાથી પ્રજાની હાલાકી ભોગવી પડે છે. બીએસએનએલના કેબલ જેસર રોડ પર ગયા હોવાથી ઈન્ટરનેટ બંધ હોવાનું જાણવા મળેલ છે. વડાપ્રધાન ડીઝીટલ ઈન્ડીયાના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે જયારે તંત્ર ૧૮મી સદીમાં ચાલી રહ્યો છે. ટુંકમાં પ્રજાના કામો થતા નથી.