આવક-જાવકના હિસાબો મુદ્દે ચાલ્યો ચર્ચાનો દૌર

1127

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ, બેઠકમાં કમિ.ગાંધી વિગેરે અધિકારીગણ હાજર રહેલ.

મળેલી આ બેઠકમાં એક ઠરાવ વધુ વિચારણા અર્થે પરત થયેલ અન્ય ર૭ ઠરાવો ચર્ચા વિચાારણાના અંતે પાસ કરી દેવાયા હતા. જો કે, કમિટીના બારમાંથી સાતેક સભ્યોનો ક્ષતિ યુકત ઠરાવો સામે બે ધડક વિરોધી સુર હોવાની બેઠકમાં છાપ ઉપસી હતી. સ્ટે.કમિટીના પૂર્વ ચેરમેન સભ્ય એવા અભયસિંહ ચૌહાણે સ્વ ભંડોળના પ્રશ્ન મુદ્દ તંત્રમાં માસિક રૂા. ૧ર થી ૧૩ કરોડ ઉપરાંતના ખર્ચનો મુદ્દો જણાવી એવી વાત કરી કે, તંત્ર પાસે આટલી ઈન્કમ થાય છે ખરી આયોજન હોવુ જોઈએ ખાલી વાતથી થોડુ ચાલવાનુ છે, તેમણે કમિટીમાં સાફ સાફ શબ્દોમાં જણાવ્યુ કે, ત્રણ ગાડીઓ લેવાની છે પૈસા કયાંથી લાવશું, આવા મુદ્દે ગંભીરતાથી ચિંતંન કરવું પડશે, નહી તો આ તંત્ર લાંબુ નહી ચાલે.

ચૌહાણની સરકાર રૂપ વહિવટની વાત ચાલતી હતી તેમાં વચ્ચે ચેરમેન યુવરાજસિંહે  કહ્યું કે, ત્રણ ગાડી લેવાની જરૂર નથી, વચ્ચે ચૌહાણે એવી ટકોર કરી કે, આડેધડ થતા ખર્ચ પર કાંપ મુકો.

જાગૃત નગરસેવક ધીરૂભાઈ ધામેલીયાએ પાણી આટલુ બધુ મોંઘુ કેમ પડે છે, ખર્ચ ગ્રાન્ટમાંથી જરૂર કરો પણ સ્વ ભંડોળનો અર્થ કાઢી નાખજો, સ્વ ભંડોળમાં ખર્ચ પાડવો નહી આ માટે ઠરાવ કરી નાખો. અનિલ ત્રિવેદીએ ચર્ચામાં ભાગ લેતા કેટલાંક પ્રશ્નો રજુ કરતા કહ્યુ કે, કામો જોયા વગર સમય મર્યાદાઓની વાત કરો છો, પાણીના પરબ જેવી વાત થશે, તેમણે કામની સમય બાબતે અકવાડાનું કામ ખોંરભે પડયાની બાબતનો ઉલ્લેખ કર્યો કેટલા કામની સમય મર્યાદાઓ વધારી તેના ઈન્વર્ડ સાથે મને જવાબ આપો અને તે મુદ્દાના ખુદ કમિશ્નરે જવા કરવો પડયો, ત્રિવેદીએ એવી વાત કરી કે, એક આસામીના કારણે છ-છ મહિના સુધી રોડનું કામ અટકી પડયું, વચ્ચે ધીરૂભાઈ કિધુ કે, આ બધુ લીઝ પટ્ટા જેવુ છે. સીટી એન્જી. ચંદારાણાએ એક સભ્યના જવાબમાં યુનિ. જમીન દબાણની બાબત જણાવી. પંડયાએ જોગસ પાર્ક કામગીરીની ઠીક પ્રસંશા કરી. સમય મર્યાદાના ઠરાવો હવે નો મોકલતા તેમ ચેરમેને સભ્યની વાતને નજરમાં રાખીને તંત્રને સુચના આપી.

સભ્યોની ચર્ચામાં આપણે પાંચ નવા ભળેલા ગામોમાં નંદઘર બનાવી શકીએ કે કેમ એક નંદઘરમાં લાઈટ નથી, સરકારની યોજના ગરીબોના બાળકોને શિક્ષણ લેતા કરવાની છે પણ ગરીબોના બાળકો માટે બેસવા વિગેરેની સુવિધા જ નથી શું આપણે આવી બાબતો ચલાવી લેવાની, સરકાર ગરીબોના બાળક માટે ચિંતા કરે છે, તેમણે સરકાર ઉદાર ભાવના છતા તંત્ર સિદસર, નારી માટે ઉદાસીનતા દાખવે છે. વચ્ચે ગીતાબેન બારૈયાએ વિઠ્ઠલવાડી બાજુની આંગણવાડીનો મુદ્દો પણ રજુ કર્યો. કમિશ્નર ગાંધીએ કહ્યુ કે, આંગણવાડીમાં લાઈટ ન હોય તે જવાબદારી તંત્રની છે તેની તપાસ કરાવી તેવી વાત કરી પાંચ ગામની જમીનો હજી રેવન્યુ ખાતાએ કોર્પોરેશનને સોંપી નથી, આ માટેની કાર્યવાહી ચાલતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

અનિલ ત્રિવેદીએ આંગણવાડીમાં બહેનોની હાજરી બાળકોની સંખ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો ગરીબ બાળકોનો વિષય છે. રાજુ પંડયાએ આ મુદ્દે સુપર વિઝનનો અભાવ જણાવેલ. અભયસિંહ ચૌહાણે કારપેટ મુદ્દો ઉઠાવી આવક અંગે પુછપરછ કરી હતી. ઢોરો પકડવાનો પ્રશ્ન કેમ ધીમો પડયો ફકત ર૦૦ ઢોરો જ પકડયા છે. મે છાપામાં આંકડો જોયો, આ વાત લોક સંસારમાં આવતા આ મુદ્દો બોર્ડમાં ઉભો થયો.

દબાણ ઠરાવ ઝુબેંશ કેમ બંધ પડી તેના જવાબમાં પોલીસ બંદોબસ્તની વાત કેવાય અને ઝુબેેશ ચાલુ જ રહેશે તેમ તંત્રે કિધુ. અનિલ ત્રિવેદીએ ૩૦-૯ પછી બસોનો મુદ્દો રજુ કર્યો.

અધ્યક્ષ સ્થાનેથી સોલીડ વેસ્ટ વિભાગ માટે ૧૦ કરોડની આવેલી ગ્રાન્ટ ડસ્ટબીન ખરીદવાનો ઠરાવ પાસ થયો. આજની બેઠકમાં અભયસિંહ ચૌહાણ, ધીરૂભાઈ ધામેલીયા, ગીતાબેન બારૈયા, અનિલભાઈ ત્રિવેદી, કુમાર શાહ, રાજુભાઈ પંડયા, અલ્પેશ વોરા વિગેરેએ પ્રશ્નો સંબંધે ચર્ચામાં ભાગ  લીધો હતો.

Previous articleઈન્દિરાનગર ખાતે ગણપતિ ઉત્સવનો પ્રારંભ
Next articleકલા સંઘ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ