સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલ સહિત રાંધણગેસના ભાવો રાતોરાત વધતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે કુટુંબના સભ્યોના ભરણ પોષણનો પક્ષ પ્રશ્ન સર્જાયો છે. સમગ્ર દેશ સાથો સાથ રાજ્યમાં પેટ્રોલ, ડિઝલ તથા રાંધણગેસના ભાવોમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. પેટ્રોલનો લીટરનો ભાવ રૂા.૮૦ને પાર થયો છે તો રાંધણગેસનો બાટલો પણ રૂા.૮૫૦ને વટાવી ગયો છે ત્યારે ઈંધણ મોઘુ તથા પરિવહન દરમાં વૃધ્ધી થઈ રહી છે પરિણામે ફુગાવાનો દર વધતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો કાળઝાળ મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે વર્તમાન સમયે પારિવારિક ભરણપોષણ અને બેછેડા ભેગા કરવા લોકોને મો પર ફીણ આવી જાય છે. ખનીજતેલના ભાવ વધારાની સિધ્ધી જ અસર પ્રત્યેક વસ્તુઓ પર પડે છે. એક તરફ નવરાત્રી, દિવાળી જેવા મહાપર્વોની ઘડીઓ ગણાઈ રહી છે એવા સમયે મોંઘવારીના ઉપરા છાપરી ડોઝને પરીણામે લોકો અસહ્ય તકલીફો વેઠી રહ્યા છે. કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક સમયથી ઈંધણોના ભાવો અંકુશ મુક્ત કર્યા છે ઓઈલ કંપનીઓને ભાવવધારા મામલે સ્વતંત્ર હવાલો સોપી દેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર માઠી બેઠી છે સૌથી મહત્વની બાબત તો એ છે કે લોકોની આવી તકલીફો છતા સરકાર દ્વારા ભાવનગર શહેર જિલ્લામાં હિરા ઉદ્યોગ તથા અન્ય લઘુ ઉદ્યોગોને બાદ કરતા અન્ય કોઈ જ મહત્વના ઉદ્યોગ ન હોવાના કારણે લોકો માટે આજીવીકાનો પ્રશ્ન સૌથી કપરો છે ત્યારે ભાવનગર જેવા અવિકસીત શહેરના લોકોની સ્થિતી દયનિય બની રહી છે. હાલ જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓમાં રોજીંદી જરૂરીયાત દુધ, શાકભાજી, કરીયાણુ, સહિતની વસ્તુઓના ભાવો બેફામ ગતિએ આગળ વધી રહ્યા છે. આ બાબત સર્વે માટે ચિંતાનો માહોલ સર્જી રહ્યા છે.