ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ તા.૦૧-૦૧-૨૦૧૯ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે તે માટે ભાવનગર જિલ્લા માં તા.૦૧-૦૯-૨૦૧૮ થી તા.૧૫-૧૦-૨૦૧૮ સુધી જિલ્લામની સાત વિધાનસભા મતદાર વિભાગમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારયાદીમાં નામ નોંધાવવા, રદ કરવા, કોઇ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્યમ વિગતો સુધારવા માટે નાગરિકો અરજી કરી શકશે. અરજીના નમૂના કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારી/પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીમાંથી વિના મૂલ્યેક મેળવી શકાશે તેમજ આ નમૂના ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાિં જ આપી શકાશે.
આ ઉપરાંત મુખ્યન નિર્વાચન અધિકારીની વેબસાઇટ ુુwww.ceo. gujarat.gov.in પર ઓનલાઇન અરજી પણ કરી શકાશે એમ જિલ્લાચ ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલએ જણાવ્યું છે.
કલેક્ટરએ ભાવનગર જિલ્લામાં તા. ૧૬-૦૯-૨૦૧૮ને રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસે સવારે ૧૦ થી સાંજના ૫.૦૦ કલાક દરમિયાન જિલ્લા ના ૧૮૪૬ મતદાન મથકોએ બીએલઓ મારફત મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે જરૂરી નમૂના મેળવી અરજીઓ તે સ્થલળે પરત આપી શકાશે તેમ જણાવી મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં છે કે, કેમ તેની ચકાસણી માટે હેલ્પાલાઇન નંબર ૧૯૫૦ ઉપર સંપર્ક કરી શકાશે તેમજ મતદાર પોતાના મોબાઇલ દ્વારા EPIC <space> પોતાનો મતદાર ઓળખપત્ર નંબર લખી ૮૫૧૧૧૯૯૮૯૯ પર SMS મોકલી બીએલઓની વિગત મેળવી પોતાનું નામ ક્યાં ચાલે છે તેની વિગત પણ મેળવી શકાશે.
મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નં.૬, સ્થાળાંતર, અવસાન, લગ્નર થવાથી કમી કરવા માટે ફોર્મ નં.૭, જરૂરી સુધારા-વધારા માટે ફોર્મ નં.૮ તેમજ એક જ વિધાનસભા મતદાર વિભાગમાં રહેઠાણ બદલાયેલ હોય તો સરનામું સુધારવા માટે ફોર્મ નં.૮(ક) ભરી શકાશે.