વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ સપ્ટેમ્બર એટલે શનિવારે ’સ્વચ્છતા હી સેવા મિશન’ની શરૂવાત કરી છે. આ પહેલા પીએમ મોદીએ સમાજના વિભિન્ન વર્ગોના આશરે ૨૦૦૦ લોકોને પત્ર લખીને આ સફાઇ અભિયાનનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે. જેથી આ અભિયાનને સફળ બનાવી શકાય. આધિકારીક સૂત્રોએ જણાવ્યું રે જે લોકોને આમંત્રિત કર્યા છે તેમાં પૂર્વ ન્યાયાધીશ, અવકાશ પ્રાપ્તિ અધિકારી,વીરતા પુરસ્કારના વિજેતા તથા રાષ્ટ્રમંડળ અને એશિયાઇ રમતના મેડલ વિજેતા સામેલ છે. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને પણ આ પત્ર આપવામાં આવ્યો છે. કેટલાક પ્રમુખ ધાર્મિક નેતાઓ, ફિલ્મી હસ્તીઓ, ખેલાડીઓ, લેખકો, પત્રકારોને પણ વડાપ્રધાને આ પત્ર આપ્યો છે.
પીએમ મોદીએ દેશભરના મીડિયા ગ્રુપના યોગદાનની પ્રસંશા કરી અને કહ્યું કે મીડિયાએ દેશના ખૂણા ખૂણાના સ્વચ્છાગ્રહીઓના યોગદાનને બહાર લાવવા માટે પ્રેરિત કર્યાં.
તેમના આ યોગદાન માટે ધન્યવાદ. પીએમએ કહ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનને કારણે ડાયેરિયાના કેસો ઓછા થયા છે.
પીએમએ તે પણ કહ્યું રે માત્ર શૌચાલય બનાવવાથી ભારત સ્વચ્છ થઇ જશે એવું પણ નથી. ટોયલેટની સુવિધા આપવી, કચરાપેટીની સુવિધા આપવી, કચરાના નિકાલની વ્યવસ્થા કરવી, આ બધા માત્ર માધ્યમ છે.
સ્વચ્છતા એક આદત છે જેને રોજેરોજની ક્રિયામાં સામેલ કરવી જોઇએ. આ સ્વભાવમાં પરિવર્તનનું યજ્ઞ છે જેમાં દેશના દરેક જણ પોતાની તરફથી યોગદાન આપી રહ્યાં છે.
શું કોઇએ કલ્પના કરી હતી કે ૪ વર્ષોમાં ૪૫૦થી વધારે જિલ્લાઓ ખુલ્લાઓમાં શૌચથી મુક્ત થઇ શકશે? શું કોઇએ કલ્પના કરી હતી કે ૪ વર્ષોમાં ૨૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચ કરવાની આદતથી મુક્ત થઇ જશે? આ ભારત અને ભારતવાસીઓની તાકાત છે.
શું કોઇ વિચારી શકતું હતું કે ભારતમાં ૪ વર્ષોમાં આશરે ૯ કરોડ શૌચાલયોનું નિર્માણ થઇ જશે? પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે ચાર વર્ષ પહેલા શરૂ થયેલો આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પડાવ પર આવી ગયો છે. આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે રાષ્ટ્રનો દરેક તબક્કો, દરેક સંપ્રદાય, દરેક ઉંમરના મારા સાથી આ મહાઅભિયાન સાથે જોડાયેલા છે.
પીએમ મોદીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવતા કહ્યું કે, અસ્વચ્છતા ગરીબોને રોગોના દળદળમાં ધકેલી દે છે. અમિતાબ બચ્ચને કહ્યું કે મુંબઇના વર્સોવા બીચમાં ઘણી ગંદકી હતી, તેને આપણે બધાએ સાથે મળીને સાફ કરી.
પીએમ મોદીએ કહ્યું કે ૨ ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ સુધી અમે બાપુના સ્વચ્છ ભારતના સપનાને પુરા કરવાની દિશામાં પોતાને સમર્પિત કરીએ છીએ.