વિજય માલ્યા અને નીરવ મોદી મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યા હતા.સીબીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરી હતી. સીબીઆઆઈએ રાહુલે લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા હતા. સીબીઆઈએ સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે માલ્યાને લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કોઈ એક અધિકારી દ્વારા ન થઈ શકે.એ સમયે માલ્યાને પકડવા કોઈ ઠોસ સબુત ન હતો.
સીબીઆઇએ કોઈનું નામ ન લેતા સ્પષ્ટતા કરી હતી પણ આ રાહુલના ટ્વીટનો જવાબ માનવામાં આવે છે. શનિવારે રાહુલે સીબીઆઈના એક અધિકારી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલે ટ્વીટ કરી કહ્યુ હતુ કે સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એકે શર્માએ માલ્યાના લુકઆઉટ નોટિસને બદલી હતી, જેનાથી માલ્યા ભાગી શકે. શર્મા ગુજરાત કેડરના ઓફીસર છે .
અને પીએમ મોદીના ખાસ છે. રાહુલે કહ્યુ હતુ કે મોદી અને નીરવ ચોક્સીને ભગાડવામાં તેમનો રોલ છે.