પીએસઆઈનો ગોળી મારી આપઘાત

2187

શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર પીએસઆઈનું નામ એસ.એસ. જાડેજા છે. પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

પીએસઆઈના આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પીએસઆઈ અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા. આપઘાત પહેલા પીએસઆઈએ એક સુસાઈડ નોટ પણ લખી હતી.મળતી માહિતી પ્રમાણે સુસાઈડ પહેલા પીએસઆઈએ ડાયરીમાં સુસાઈડ નોટી લખી હતી. પીએસઆઈએ ડાયરીમાં નોંધ્યું છે કે, “મારાથી પીએસઆઈની નોકરી થાય તેમ નથી, મને માફ કરજો.”

Previous articleમાલ્યાને પકડવા તે વખતે કોઈ નક્કર કારણ ન હતા : સીબીઆઈ
Next articleપીડિતાના પરિવારે, કહ્યું- અમને વળતર નહીં, ન્યાય જોઇએ