રાજુલામાં મહાકાળી મંદિરે તુલસી વિવાહની તડામાર તૈયારી

993
guj30102017-7.jpg

રાજુલાના પ્રખ્યાત વન વિભાગ કચેરી ભવ્ય મહાકાળી મંદિર દ્વારા તા.૩૧-૧૦-૧૭ને મંગળવારે શંભુ ભગત દ્વારા રોપાયેલમાં ભગવતી તુલસીમાં તે પરણાવવા ખાખબાઈ ગામના ખાખબાઈ માતાજીના મંદિરેથી હરગોવિંદદાસબાપુ રઘુરામબાપુ ગોંડલીયા ઠાકોરજીને વરરાજા બનાવી જાડી જાન લઈને મહાકાળી મંદિરે પધારશે. આ ભવ્ય પ્રસંગે અખીલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના હરવ્યાસજી સંતોષી અને શિવરામબાપુ ઉપસ્થિત રહેશે. આ અલૌકિક પ્રસંગનો લાભ લેવા બાબરીયાવાડની જનતાને શંભુ ભગત દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવતા અશ્વિનભાઈ તથા મુકેશભાઈની યાદીમાં જણાવાયું છે.

Previous articleજિલ્લામાં સૌથી વધારે ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ૩૩૯ મતદાન મથકો
Next articleરાજુલાના કાઠી ક્ષત્રિય સમાજના સરપંચોની ચૂંટણીલક્ષી મિટીંગ યોજાઈ