બોટાદ જિલ્લામાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા ઝૂંબેશનો શુભારંભ કરાવતા મંત્રી સૌરભભાઈ પટેલ

821

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતેથી મંત્રી સૌરભભાઈ પટેલે શ્રમદાન થકી જિલ્લામાં સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતા-સફાઈના ચુસ્ત આગ્રહી રહયાં અને તેમના આ સંકલ્પને પાર પાડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ સપ્ટેમ્બરથી આગામી ગાંધી જયંતી સુધી એટલે કે, તા.રજી ઓકટોમ્બર સુધી પૂજય બાપુની ૧૫૦મી જન્મજયંતિ વર્ષે દેશભરમાં સ્વચ્છતા એ જ સેવાના ધ્યેય સાથે સફાઈ માટે જન જાગૃતિ અભિયાન આરંભ્યું છે. જેમાં બોટાદ જિલ્લો પણ સહભાગી બન્યો છે.

સાળંગપુરની પવિત્ર ભૂમિ પરથી શરૂ થયેલા આ સ્વચ્છતા અભિયાનમાં સ્વૈચ્છીક-સામાજીક-સંસ્થાઓ, સામાજીક આગેવાનો, અને લોકોને બોટાદ જિલ્લો સ્વચ્છ બને તે માટે આ સ્વચ્છતાના અભિનવ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, અગ્રણી સુરેશભાઈ ગોધાણી, સામાજીક આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહી સ્વચ્છતાના આ કાર્યમાં જોડાયા હતા.

Previous articleદબાણ ઝુંબેશના વિરોધમાં વેપારીઓની મૌન રેલી
Next articleદામનગર સખી મંડળ દ્વારા વાનગી સ્પર્ધા, કુપોષણ ભારત મુક્તિ રેલી