દામનગર શહેરમાં સખી મંડળ દ્વારા વાનગી સ્પર્ધા નિર્દેશન શહેરની ૧૬ આંગણવાડી કેન્દ્રની બહેનો અને વાલી બાળકો સાથે રેલી યોજી કુપોષણ અંતર્ગત માર્ગદર્શન આપતા કાશ્મીરાબેન ભટ્ટ, સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ સહિત શહેરની તમામ આંગણવાડી કેન્દ્ર વર્કસ તેડાગર બહેનો, વાલીઓની હાજરી જોવા મળી હતી.
નગરપાલિકા પ્રમુખ, વિવિધ વોર્ડના સદસ્યો, રાજકીય-સામાજિક અગ્રણીઓની બહોળી હાજરીમાં કુપોષણમુક્ત ભારત અભિયાન રેલીને પ્રસ્થાન કરાવ્યું અને વિવિધ વાનગી સ્પર્ધાઓમાં પ્રોસ્ટિક આહાર અને સુંદર માર્ગદર્શન આપ્યું હતું. દામનગરની કોર્ડ નંબર ૧૦૨ પર આયોજિત કુપોષણ અભિયાન અંતર્ગત રેલી, વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતી બહેનોને પોષણ અંગે સુંદર સમજ અપાય હતી. આ તકે દામનગર શહેર ભાજપ અગ્રણી પ્રિતેશભાઈ નારોલા, કૌશિકભાઈ બોરીચા, ચિરાગભાઈ સોલંકી, દામનગર નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ, સંજયભાઈ તન્ના, અશોકભાઈ બાલધા સહિત ફૂલુંબેન, લતાબેન, તરુણાબેન ઠાકર, નીલાબેન પાઠક, વંદનાબેન સોલંકી, રીટાબેન લાઠીગરા, શિલ્પાબેન પરમાર, રેખાબેન બોરીચા, રેણુકાબેન શુક્લ, બીનાબેન કુનિયા, હેતલબેન ચુડાસમા, જિજ્ઞાબેન બોરીચા, હેતલબેન મકવાણા, ગૌરીબેન, નસીમબેન સહિત આંગણવાડી બહેનોએ વિવિધ વાનગીઓ બનાવી હતી.