કલ્પસર સહયોગ સમિતિની પાલીતાણા ખાતે બેઠક મળી

1096

પાલીતાણા તાલુકામાં કલ્પસર સહયોગ સમિતિની બેઠકોનો દૌર શરૂ કરતાં સહયોગ સમિતિના દેવશીભાઈ ભડિયાદરા નોંધણવદર ખાતે ખેડૂતોની વિશાળ હાજરીમાં મિશન કલ્પસરની બેઠકમાં જલ હે તો કલ હે નો નારો અગ્રણીઓએ બુલંદ બનાવ્યો હતો. પાલીતાણા તાલુકાના નોંધણવદર ખાતે મિશન કલ્પસરની બેઠક મળી દેવશીભાઈ ભડિયાદરાની અધ્યક્ષતામાં મળી હતી. સૌરાષ્ટ્ર ની પ્રગતિ ની  પર્યાપ્ત કલ્પસર યોજના વહેલી તકે સરકાર સ્વીકારે તેવી માંગ સાથે જન જાગૃતિ માટે કલ્પસર યોજના ની સવિસ્તાર માહિતી   દેવશીભાઈ ભડિયાદરા સહિત ના વક્તા દ્વારા અપાયેલ પાલીતાણા તાલુકા ના દસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો શહેરી વિસ્તારો માં થી સ્થાનિક અગ્રણી ઓ ની ઉપસ્થતી  નોંધણવદર ખાતે બેઠક મળી હતું દેવશીભાઈ ભડિયાદરા દ્વારા જલ હે તો કલ હે નો નારો બુલંદ બનાવતા યુવાનો ને મિશન કલ્પસર સહયોગ સમિતિ ના પ્રચાર કાર્ય માં વેગ માટે આહવાન કર્યું હતું.

ભાવનગર જિલ્લાની શિશુવિહાર સંસ્થામાં મિશન કલ્પસર યોજનાની તાજેતરમાં વિમોચન થયેલ બુક વિનામૂલ્યે વિતરણ કરાય હતી. ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં હાજરી ધરાવતી આ બેઠકમાં સરકારમાં પોસ્ટ કાર્ડ લખવા પણ કહેવાયું અને સાથે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારો માં ક્રમશ બેઠકો માટે પ્રચાર પ્રવાસ કરતા કલ્પસર સહયોગ સમિતિ ના અગ્રણી દેવશીભાઈ ભડિયાદરા સહિત ના સમિતિ ના સભ્યો ને ભારે સમર્થન યુવાનો ની બહોળી હાજરી જોવા મળી હતી.

Previous articleઘોઘા ખાતે મહોરમ પર્વ અન્વયે મિટીંગ યોજાઈ
Next articleપેપર અને પસ્તીમાંથી બનાવેલા ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના