ગણેશ ઉત્સવનાં પર્વની ધામધૂમપૂર્વક સમગ્ર સુરત શહેરમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે ઘણાં બધાં યુવક મંડળો અવનવાં પ્રયોગો દ્વારા સામાજીક સંદેશો પાઠવતાં હોય છે.ત્યારે આ ગણેશોત્સવમાં આવો જ એક સફળ પ્રયોગ પ્રજાપતિ સમાજનાં યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ કતારગામમાં આવેલી અવધૂત નગર સોસાયટી-શેરી નં ૨ નાં અવધૂત યુવા મંડળ અને શેરી ના રહીશો એ ન્યૂઝપેપર અને પસ્તીનાં પેપર માંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશપ્રતિમા બનાવી છે.આ સોસાયટીનાં રહીશ અને અવધુત યુવા મંડળના સભ્ય એવા નિલેશભાઈ વરીયા અને જીગ્નેશભાઇ તરસરીયા તેમજ હર્ષદભાઇ ઘોઘારી જણાવે છે કે, અમારું આ અવધૂત યુવા મંડળ સાત વર્ષ થી તાપી બચાવો અભિયાન ચલાવી રહેલ છે અને તે અંતર્ગત અમે વેસ્ટ માંથી બેસ્ટ ગણેશજી ની પ્રતિમા બનાવતા આવ્યા છઇ અને આ ૨૦૧૮ ના વર્ષે પણ તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા તથા પ્રધાનમંત્રીજી નાં સ્વચ્છ ભારતનાં મિશનનાં ભાગરુપે અમે ન્યૂઝપેપર અને પસ્તીનાં પેપરમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમા બનાવી છે અને આ પ્રતિમાનું વિસર્જન પણ ઈકો-ફ્રેન્ડલી પદ્ધતિ દ્વારા જ કરવામાં આવશે.આવા મિત્રમંડળોનાં અભિનંદનને લાયક કાર્યોને લીધે જ હાલમાં ગણેશઉત્સવની પ્રતિષ્ઠા જળવાઈ રહી છે.