જાફરાબાદનાં બલાણા ગામે યોજાયેલ સેવાસેતુમાં ૨૯૭૧ અરજીઓનો નિકાલ

888

જાફરાબાદ તાલુકાના બલાણા ગામે ૧૧ ગામોની જનતાર્થે રાજ્ય સરકાર દ્વારા આયોજીત ઘરબેઠા તમામ પ્રસ્નો ઉકેલવા મામલતદાર ચૌહાણની અધ્યક્ષતામાં સેવાસેતુ યોજાયો ૨૯૭૧ અરજીઓનો નિકાલ કરાયો જાફરાબાદના બલાણા ગામે આજુબાજુના ૧૧ ગામોની જનતાના ઘર બેઠા  પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર દ્વારા આયોજીત સેવા સેતુ કાર્યક્રમ મામલતદાર ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો જેમા બલાણાના સરપંચ છગનભાઈ ડાભી ઉપપ્રમુખ નીતેશભાઈ તથા કરશનબાઈ ઢીસાત તેમજ રોહીસાના વિજાણંદભાઈ સરપંચ, ભૂપતભાઈ વાઘેલા, ધારાબંદરના સરપંચ સુકરભાઈ સોલંકી ઉપ  સરપંચ દોલુભાઈ બારૈયા, ચીત્રાસર સરપંચ અને ભાજપના તાલુકા મંત્રી છગનભાઈ મકવાણા તાલુકા પંચાયત ચેરમેન પાંચાભાઈ તેમજ તાલુકા પંચાયતના મનુભાઈ પરમારભાઈ તેમજ સીઈઆરડી શાખાનો તમામ સ્ટાફ તેમજ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ તેમજ પીજીવીસીએલ વિભાગ આરોગ્ય વિભાગ સમુદ્રને માછીમારના પ્રશ્નો માટે ફીશરીષ વિભાગ વન વિભાગ સહિત જાફરાબાદની તમામ સરકારી કચેરીના તમામ સ્ટાફ હાજર રહી બલાઆમા ગામે સેવાસેતુમાં પીટીશન રાઈટર પણ હાજર રાખવા લખમણભાઈ વાઢેરની ખુબજ જહેમતથી કુલ અરજદારોની ૨૯૭૧ અરજીનો સ્થળ પર જ નિકાલ કરતા મામલતદાર ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી એચડી વાઢેરનો બલાણા સરપંચ છગનભાઈ ડાભી તેમજ ૧૧ ગામના સરપંચોએ આભાર વ્યક્ત કરેલ.

Previous articleપેપર અને પસ્તીમાંથી બનાવેલા ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના
Next articleશિશુવિહારમાં ડો.પંકજભાઈ જોશીનું વક્તવ્ય