ભાવનગર ડી.ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળા મળેલ ચોક્સ બાતમી આધારે કુંભારાવાડાના નારી રોડ પર આવેલ શેરી નં.૨માં સરાજાહેર હારજીતના જુગારની બાજી માંડીને બેઠેલા ૪ શકુનીઓને ઝડપી લીધા હતા ઝડપાયેલ શખ્સોમાં મુકેશ ગુલાબ બારૈયા, બુધા છના બારૈયા, વિપુલ બળુ બારૈયા તથા અજય અરજણ મકવાણા રે, તમામ કુંભારવાડા વાળાને જુગારના પટમાં પડેલ રોકડ રૂપીયા ૪૧,૨૦૦ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.