શહેરના ચિત્રા જી.આઈ.ડી.સી. ખાતે આવેલ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ચતુર્થ પુરાણી સ્વામી સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રા દ્વારા કરવામાં આવ્યું હતુ. સવારે ૭ થી ૧૨ દરમ્યાન યોજાયેલ સ્પર્ધામાં ૨૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા સ્વા.ગુરૂકુળ વિદ્યાલય પ્રાયમરી વિભાગના પ્રિન્સીપાલ ઘનશ્યામભાઈ, મેતલીયા, ડો.અરૂણ ભલાણી ડીએસઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કેટીંગ કોચ પ્રણવભાઈ અંધારીયા તથા ટીમએ ભારે જહેમત ઉઠાવી હતી.