ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત પ્રેરિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા અને પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતતા લાવવા ૧૫ વર્ષથી વિવિધ દિવસોની ઉજવણી જેવા અનેક વિધ કાર્યક્રમો દ્વારા કાર્યરત છે.જે અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર પ્રાદેશિક કચેરીના સંયુક્ત ઉપક્રમે “Keep Cool and Carry on: Montreal Protocol” વિષય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
વિશ્વ ઓઝોન દિવસની ઉજવણીના ભાગ રૂપે તા.૧૬-૦૯-૨૦૧૮ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાક થી ૧૧.૩૦ કલાક દરમ્યાન કલા કેન્દ્ર (ફાઈન આર્ટ કોલેજ), ભાવનગર ખાતે યોજવામાં આવેલ. આ ચિત્ર સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં સમારોહમાં પરેશભાઈ ત્રિવેદી, ફાલ્ગુન મોદી, ભારતભાઈ પંડ્યા (ચિત્રકાર), શૈલેશભાઈ ડાભી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ.
આ ચિત્ર સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં યોજવામાં આવેલ. જેમાં પ્રથમ વિભાગમાં ૫ થી ૧૨ વર્ષના, બીજા વિભાગમાં ૧૩ થી ૨૦ વર્ષના અને ત્રીજા વિભાગમાં ૨૦ વર્ષથી મોટી ઉમરના વ્યક્તિઓએ ઉત્સાહ ભેર બગ લીધેલ. આ ઉપરાંત ૧ થી ૪ વર્ષના વિધાર્થીઓ માટે રંગપુરણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. પ્રત્યેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા સ્પર્ધકોને અનુક્રમે ૫૦૦/-, ૩૦૦/-, અને ૨૦૦/- રકમના ચેક અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. ઉપરાંત ૧ થી ૪ વર્ષના વિધાર્થીઓ માટે રંગપુરણી સ્પર્ધામાં સારા ત્રણ રંગ પુર્ણીને પ્રત્યેક સ્પર્ધકને ૧૦૦/- રોકડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
ઉપરાંત સ્વામીનારાયણ ગુરુકુળ, સરદારનગર ખાતે સવારે ૭ થી ૯ કલાક દરમ્યાન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ. બંને ચિત્ર સ્પર્ધાઓમાં કુલ ૩૯૪ ચિત્રકરો ઉત્સાહ ભેર જોડાયા હતા.