પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન

809

આજરોજ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા-ભાવનગર ખાતે સંસ્થા દ્વારા આગામી તારીખ ૨૬, ૨૭ અને ૨૮ ના રોજ યોજાનાર “પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે- વિશિષ્ટ પ્રદર્શન” ની માહિતી જિલ્લાના પત્રકારમિત્રોને આપવામાં આવી હતી.

આ અંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પત્રકારમિત્રોને સંબોધતા પ્રદર્શનના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ શહેરના મીડિયા વિભાગને પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ અર્થે યોજાતા  કાર્યક્રમોમાં સહભાગી બનવા અપીલ કરી હતી. પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને વિકસાવવા તથા આમ સમાજના લોકો પ્રજ્ઞાચક્ષુ લોકોની વિશિષ્ટ આવડતથી પરિચિત થાય તેવા હેતુસર આ પ્રકારનું પ્રદર્શન વર્ષ ૨૦૧૨થી અવિરત રીતે યોજાઈ રહ્યું છે. જેના પરિણામે પ્રજ્ઞાચક્ષુ અને અન્ય વિકલાંગ લોકોની મદદે આવવા આમ સમાજના લોકો વિચારતા થયા છે.

આ વિશિષ્ટ પ્રદર્શનમાં ૧૭ જેટલાં ઝોન ઉભા કરી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતું શિક્ષણ, વિવિધ ટોકિંગ સોફ્‌ટવેરની મદદથી અપાતું કોમ્પ્યુટરનું શિક્ષણ, વિજ્ઞાનના વિવિધ પ્રયોગો, સાઇન્ટીફીક મસાજ, ગૃહ ઉદ્યોગની તાલીમ ઈલેક્ટ્રીક ઉપકરણોને મેન્ટેન કરતા પ્રજ્ઞાચક્ષુ બાળકો હોમ સાઇન્સ અને ગૃહ સુશોભનની તાલિમ મેળવતી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીઓની પ્રવૃત્તિઓ તેમજ રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓનું નિદર્શન આ ત્રણ દિવસો દરમિયાન સંસ્થાના પટાંગણમાં કરવામાં આવશે.

Previous articleસિંધી સમાજ દ્વારા ચાલીસા વ્રતનું સમાપન
Next articleભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોર્ચાની કારોબારી બેઠક યોજાઈ