આજરોજ સર્કિટ હાઉસ ભાવનગર ખાતે ભાવનગર જિલ્લા કિસાન મોર્ચાની કારોબારીની બેઠક જિલ્લા કિસાન મોર્ચા પ્રમુખ રસીકભાઈ ભીંગરાડીયાની અધ્યક્ષતામાં મળેલ. આ બેઠકમાં ભાવનગર જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા કિસાન મોર્ચા પ્રભારી શરદભાઈ લાખાણી, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ શેટા, નારણભાઈ મોરી, કિસાન મોર્ચા જિલ્લા મહામંત્રીઓ ભરતભાઈ હડીયા, સી.પી. સરવૈયા ઉપસ્થિત રહેલ.
આ બેઠકમાં ખેડૂતલક્ષી વિવિધ સરકારની યોજના અને પાર્ટી દ્વારા આવનાર કાર્યક્રમો અંગે ચર્ચા થયેલ. જેમાં સફાઈ ઝુંબેશ, વૃક્ષારોપણ, આરોગ્ય કેમ્પ દ્વારા છેવાડાના માનવી સુધી સેવાઓ થકી લોકોમાં જનજાગૃતિ લાવવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતીઓ પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું. આ બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી તમામ તાલુકાઓના કિસાન મોર્ચાના આગેવાનો, મંડલ પ્રમુખ, મહામંત્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં સૌનું સ્વાગત જિલ્લા કિસાન મોર્ચા મહામંત્રી ભરતભાઈ હડીયાએ કરેલ. આભારવિધિ સી.પી. સરવૈયા દ્વારા કરવામાં આવેલ. જિલ્લા મિડીયા સેલના કન્વીનર કિશોર ભટ્ટ અને કાર્યાલય મંત્રી હિતેશ લાડવા હાજર રહેલ.