માખણીયાના સરપંચ લાંચ સ્વીકારતા આબાદ ઝડપાયા

1058

તળાજા તાલુકાના માખણીયા ગામના સરપંચ ઉપસરપંચ પાસેથી રૂા.૧૦ હજારની લાંટ સ્વીકારવા જતા જુનાગઢ એસીબીની ટીમએ રંગે હાથ ઝડપી લીધા હતા.

તળાજા તાલુકાના માખણીયા ગામે રહેતા ગ્રામ પંચાયતમાં થયેલ ઠરાવ અનુસાર માસીક રૂા.૩૫૦૦ના કરાર આધારે ગામમાંથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો આ કોન્ટ્રાકટના લેણા નાણા રૂા.૩૮૦૦૦ ગ્રામ પંચાયત કચેરીમાં જમા થયેલ હોય અને એ રૂપીયા ચેક દ્વારા ઉપ સરપંચે મેળવવાના હોય એ ચેકમાં સહી કરવા માટે આજ ગામના સરપંચ ધનાભાઈ ઉર્ફે ભગત મોહનભાઈ બેલડીયા ઉ.૬૦ના એ ઉપ સરપંચ પાસે રૂા.૧૦ હજારની લાંચની માંગ કરી હતી જે અંગે ઉપ સરપંચે એસીબીમાં ફરિયાદ કરતા એસીબી ટીમ જુનાગઢ તથા ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોના જવાનોએ ટ્રેપ ગોઠવી હતી.જેમાં સરપંચ તળાજા રોયલ ચોકડી મામલતદાર કચેરી સામે નક્કી થયેલ લાંચની રકમ લેવા આવતા એસીબી ટીમએ સરપંચને રંગે હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોર્ચાની કારોબારી બેઠક યોજાઈ
Next articleઅણીયાળી ગામ પાસેથી ૩૩ લાખનો દારૂ ઝડપાયો