રાભડાના ખેડૂત પરિવારના યુવાન પુત્ર ભૌતિક ઘનશ્યામભાઈ મેરુલિયાનુ વર્ષ-૨૦૧૫માં આકસ્મિક અવસાન થતાં ઘનશ્યામભાઈ જેરામભાઈ મેરુલિયા પરિવારે પોતા ના પુત્ર ની સ્મૃતિ ને સુંદર રીતે અંકિત કરી રૂપિયા વીસ લાખ કરતા વધુ ની રકમ થી નયનરમ્ય ચબૂતરો અને ગૌશાળા નિર્માણ કરી આજે તા૨૮/૧૦ ના રોજ ઘનશ્યામભાઈ મેરુલિયા એ તેમના પિતા જેરામભાઈ અને માતા ના વરદ હસ્તે ચબૂતરા નુ અને ગૌશાળા નું સંતો ની ઉપસ્થિતિ માં લિકાર્પણ કર્યું અને ગૌશાળા ના લોકાર્પણ પ્રસંગે ગૌસેવા માટે સેવારત પ્રખ્યાત સૂર્યમુખી ધૂનમંડળ ની ધૂન યોજી ઘનશ્યામભાઈ જેરામભાઈ મેરુલિયા પરિવાર ની પ્રેરણાત્મક પહેલ ની સર્વત્ર સરાહના કરતા સંતો દ્વારા સ્વ ભૌતિક ના અવસાન અબોલ જીવો અને કુદરત ના ખોળે ઉચ્ચળ કુદ કરતા પક્ષી ઓ માટે ભૌતિક સુખ નુ કારણ બનવા થી ભૌતિક નું દેહાઅવસાન જરૂર થયું છે પણ વ્યક્તિ ને વિચારો રૂપે જીવંત રાખતા સ્વ ભૌતિક ના પરિવાર ની વ્યવસ્થા ને વંદનીય વ્યવસ્થા વર્ણવી નાના એવા રાભડા ગામ માં સુંદર ચબૂતરો અને ગૌશાળા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરી પ્રેરણા અર્પતી રહે તેવા સંતો દ્વારા આશીર્વચન પુત્ર આકસ્મીક અવસાન ની યાદગાર સ્મૃતિ કરતા પિતા ઘનશ્યામભાઈ જેરામભાઈ મેરુલિયા દ્વારા અદભુત કાર્ય થયું સર્વત્ર તેમના પરિવાર ની સરાહના લોકોએ કરી હતી.