વર્ષનું સૌથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય ‘માંગખુટ’ તોફાને ચીનમાં તબાહી મચાવી છે. ગુઆંગદોંગ પ્રાંતની તરફ ઝડપીથી વધતા અત્યાર સુધીમાં તોફાનમાં 4 લોકોના મોત થયા છે. ફિલીપીનથી લઇને હોંગકોંગમાં તબાહી મચાવી ચીનના દક્ષિણ ક્ષેત્રમાં આ તોફાનના કારણે 31.1 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.
પ્રાંતીય હવામાન શાસ્ત્ર કેન્દ્રના અનુસાર 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી માંગખુટ તોફાને રવિવાર સાંજે 5 વાગ્યે ગુઆંગદોંગ પ્રાંતમાં જિયાંગમેન શહેર પહોંચ્યું હતું. ગુઆંગદોંગના આપત્તિ રાહત અધિકારીઓના જણાવ્યું હતું કે, પ્રાંતની રાજધાની ગુઆંગઝોઉમાં તોફાનના કારણે 3 લોકો પર ઝાડ પડતા ત્રણેયનું મોત થયું હતું. જ્યારે દોંગગુઆન શહરેમાં બાંધકામ સામગ્રી નીચે દટાઇ જતાં એક વ્યક્તિનું મોત થયું હતું.