સુરક્ષિત નથી દિલ્હી-મુંબઇ સહિત ૩૦% નેશનલ હાઇવે : સર્વે

1046

જો તમે દિલ્હી કે મુંબઇના નેશનલ હાઇવે પર સફર કરો છો તો સાવધાન થઇ જાઓ. એક સર્વેમાં એ વાતનો ખુલાસો થયો છે કે દિલ્હી-મુંબઇના અંદાજે ૩૦ ટકા નેશનલ હાઇવે કાર, બસ, અને ટ્રક માટે સુરક્ષિત નથી. આ સર્વે વર્લ્ડ બેન્ક અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) સહિત કેટલીય એજન્સીઓએ કરાવ્યો છે. તેમાં મુંબઇ-ચેન્નાઇ ગોલ્ડન ક્વૈડ્રિકલેટરલનો અડધાથી વધુ ભાગ સુરક્ષિત નથી. સ્ટડીમાં અકસ્માતોની સંભાવનાઓ અને ગંભીરતાને મુખ્ય બનાવ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે એનએચનો આ ભાગ બાઇક સવારો, પગપાળા જનારા અને સાઇકલ ચલાવનારા માટે પણ સુરક્ષિત નથી કારણ કે આ લોકો માટે આ માર્ગો પર કોઇ સુવિધા નથી.આ અંગે એક મીડિયા રિપોર્ટમાં આવ્યું છે કે વર્લ્ડ બેન્કના ગ્લોબલ રોડ સેફ્ટી, ઇન્ટરનેશનલ રોડ અસેસમેન્ટ પ્રોગ્રામ, અને એનએચએઆઇ એ બે એનએચ કોરિડોરને સેફ્ટી અસેસમેન્ટ અને સ્ટાર રેટિંગ કર્યું છે.

આ બંને કોરિડોરને દુનિયાભરના ક્રેશ સ્ટડીઝના આધાર પર એક થી પાંચ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહ્યું છે કે ૫૪૩૧ કિલોમીટર લાંબા આ બંને કોરિડોરના માત્ર ૪૦ કિલોમીટર ભાગને ૫ સ્ટાર રેટિંગ મળ્યું છે. ૨૪૫ કિલોમીટર ભાગને ૪ સ્ટાર રેટિંગ મળ્યું છે. બંને નેશનલ હાઇવેના નેટવર્ક પર અંદાજે ૫૫ ટકા ભાગને ૩ સ્ટાર રેટિંગ આપ્યું છે તેનો મતલબ છે કે કેટલીક હદ સુધી આ માર્ગ સુરક્ષિત છે. બંને કોરિડોરના બાકીના ૩૯ ટકા હિસ્સાને ૧ કે ૨ સ્ટાર રેટિંગ મળ્યા છે તેનો મતલબ એ છે કે તે રસ્તા યાત્રીઓ માટે સંપૂર્ણ પણે અસુરક્ષિત છે.

સ્ટડીના મતે ગોલ્ડન ક્વૈડ્રિલેટરલના દિલ્હી-મુંબઇ નેટવર્કના અંદાજે ૮૨૪ કિલોમીટર ભાગને એ સ્થિતિમાં ૧ કે ૨ સ્ટાર રેટિંગ આપ્યા છે જ્યાર સ્પીડની વધુ મર્યાદા ૮૦ કિલોમીટર પ્રતિ કલાક હોય. જો વધુમાં વધુ સ્પીડ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક હોય તો ૨૭૯૫ કિલોમીટર લંબાઇવાળા આ નેટવર્કને કમોબેશ ૧૫૧૭ કિલોમીટર એટલે કે ૫૪ ટકા હિસ્સો અસુરક્ષિત શ્રેણીમાં આવી જશે.

Previous articleચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારત-ફ્રાંસ સાથે મળી ૧૦ ઉપગ્રહ બનાવશે
Next articleમોદીના જન્મદિવસે દિનભર શુભેચ્છાઓનો વરસાદ રહ્યો