પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારાના દોર આજે પણ જારી રહ્યો હતો. સામાન્ય લોકોને ભાવ વધારાથી કોઇ પણ રાહત મળી રહી નથી. આજે સોમવારના દિવસે વધુ વધારો કરાયો હતો. દેશના પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૫ પૈસા વધીને લીટરદીઠ ૮૨.૦૬ રૂપિયા થઇ ગઇ હતી. જ્યારે ડીઝલની કિંમત છ પૈસા વધીને લીટરદીઠ ૭૩.૭૮ સુધી નીચે પહોંચી ગઇ હતી. બીજી બાજુ વાણિજ્ય પાટનગર મુંબઇમાં પેટ્રોલની કિંમત ૧૫ પૈસા પ્રતિ લીટર વધીને ૮૯.૪૪ સુધી પહોંચી ગઇ હતી. ડીઝલનની કિંમત સાત પૈસા વધીને ૭૮.૩૩ સુધી પહોંચી ગઇ હતી. જાણકાર લોકો કહી રહ્યા છે કે આ વધારો હજુ જારી રહે તેવી શક્યતા છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ભાવ વધારો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. હજુ લોકોને વધુ કિંમત ચુકવવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, બ્રેન્ટ ઓઇલની કિંમત બેરલદીઠ ૭૮ ડોલર સુધી પહોંચી ગઈ છે જ્યારે ભારતીય રૂપિયાની કિંમત અમેરિકી ડોલર સામે ૭૨ સુધી પહોંચી છે. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. આવી સ્થિતિમાં ડોલર સામે રૂપિયો ગગડી જવાના પરિણામ સ્વરુપે વધારે રૂપિયાની ચુકવણી કરવી પડશે. આજ કારણસર ડોલર સામે રૂપિયાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. દિલ્હીમાં એક્સાઇઝ ડ્યુટી અને વેટને લઇને ભારે હોબાળો મચેલો છે. જુદા જુદા રાજ્યોમાં રહેતા લોકો વેટમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ડીઝલની કિંમતમાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. લોકો ભાવ વધારાથી પરેશાન થયેલા છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૬મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છેે. ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. તેલની કિંમતમાં સતત વધારો થવા માટે તેલ કિંમતમાં સતત થઇ રહેલા વધારાને જવાબદાર ગણવામાં આવે છે. ડોલરની સામે રૂપિયામાં હાલમાં ઘટાડો થયો છે. કિંમતોમાં વધારાના કારણે સામાન્ય લોકો પરેશાન થયેલા છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે. જોકે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જેથી એવી અટકળો ચાલી રહી છે કે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર તેલની કિંમતો ઉપર અંકુશ મુકી શકે છે.
અલબત્ત ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળે પહેલાથી જ પેટ્રોલ-ડિઝલની કિંમત પર વેટમાં ઘટાડો કર્યો છે. પહેલી ઓગસ્ટ બાદથી પેટ્રોલની કિંમતમાં છ ટકાનો અને ડિઝલની કિંમતમાં આઠ ટકાનો વધારો કરવામાં આવી ચુક્યો છે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે આને જીએસટી હેઠળ લાવવાની પણ વાત થઇ રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી. ડાબેરીઓ પણ બંધમાં જોડાયા હતા. કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારા પર બ્રેક મુકવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ભાવ વધારાને લઇને સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે..