ટીવી સિરિયલ નાગિનમાં લોકપ્રિયતા મેળવી લીધા બાદ મૌની રોય હાલમાં ફિલ્મોમાં વ્યસ્ત છે. તેની પાસે રણબીર કપુર અને જહોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર સાથે ફિલ્મો છે. બીજી બાજુ તે ફરી એકવાર ટીવી સિરિયલમાં પણ વાપસી કરવા માટે ઇચ્છુક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે ટીવી શો શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં ખાસ રોલમાં નજરે પડનાર છે. આ શોમાં તે ગ્લેમર રોલમાં નજરે પડનાર છે. ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ટીવી સિરિયલ ક્યો કિ સાંસ ભી કભી બહુથી મારફતે મૌનીએ કેરિયરની શરૂઆત કરી હતી. તે નાગિન સિરિયલમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી ગઇ હતી. હવે તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર છે. તે ટીવી સિરિયલમાં પણ કામ કરવા ઇચ્છુક છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા થઇ રહી છે.