કેપ્ટન વિરાટ કોહલીને લઈને બીસીસીઆઈ અને સ્ટાર્સ સ્પોર્ટ વચ્ચે જંગ

1166

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના એશિયા કપમાં ના રમવાને લઇ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને એશિયા ક્રિકેટ પરિષદ (એસીસી)માં ટકરાવની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. બીસીસીઆઇ એ જોકે એસીસીને મોકલવામાં આવેલ સંક્ષેપ જવાબમાં સ્પષ્ટ કહી દીધુ કે ના તો તેઓ અને બ્રોડકાસ્ટર રાષ્ટ્રીય ટીમ પસંદગીના મામલામાં હસ્તક્ષેપ કરી શકે છે.

કોહલનીને ઇંગ્લેન્ડના ૮૪ દિવસના પ્રવાસ બાદ આરામ આપવામાં આવ્યો છે. એસીસીના રમતગમત વિકાસ વ્યવસ્થાપક તુસિથ પરેરાને મોકલવામાં આવેલ ઇમેલમાં હોસ્ટ બ્રોડકાસ્ટર્સએ અસંતોષ વ્યક્ત કર્યો છે. કોહલીની અનુરસ્થિતિમાં ટૂર્નામેન્ટ કવરેજના નાણાકિય પાસા પર અસર પડશે.

ઇમેલ અનુસાર,’અમારા વિચારથી એશિયા કપ માટે દુનિયાના એક સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેનની ઉનુપસ્થિતિની ઘોષણા ટૂર્નામેન્ટથી ૧૫ દિવસ પહેલા કરવી અમારા(ટૂર્નામેન્ટ પ્રસારણકર્તા) માટે આઘાત છે અને આથી ટુર્નામેન્ટથી અને વિત્તિય લાભ પર ઉંડી અસર પડશે.’

પ્રસારણકર્તાઓએ એસીસીને બીસીસીઆઇથી સંપર્ક કરવા કહ્યુ અને તેમણે આ સ્પષ્ટ કર્યું કે, મીડિયા કરારની પ્રતિબદ્ધતાઓના અંતર્ગત એસીસીને એ નક્કી કરવાનું હોય છે કે, સર્વશ્રેષ્ઠ ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લે. બીસીસીઆઇ એ સ્પષ્ટ કર્યુ કે, રાષ્ટ્રીય ટીમની પસંદગી દેશની સંસ્થા અધિકાર ક્ષેત્રમાં આવે છે અને કોઈપણ પ્રકારના બાહ્ય હસ્તક્ષેપની પરવાનગી આપવામાં આવશે નહીં.

Previous articleભારત સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે : સરફરાઝ અહમદ
Next articleએશિયા કપ : આજે ભારત હોંગકોંગ વચ્ચે મુકાબલો