પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે ડીડીસીએની ક્રિકેટ કમિટીમાંથી રાજીનામુ આપ્યુ

967

ટીમ ઇન્ડિયાના પૂર્વ સલામી બેટ્‌સમેન વીરેન્દ્ર સહેવાગએ ડીડીસીએની ક્રિકેટ કમિટિથી રાજીનામું આપી દીધુ છે. સહેવાગની સાથે-સાથે ભારતીય ખેલાડી આકાશ ચોપડા અને રાહુલ સાંઘવીએ પણ પોતપોતાના પદ છોડતા રાજીનામું સોંપી દીધુ છે.

ડીડીસીએના સૂત્રો અનુસાર, ત્રણેના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે કારણ કે, રાજ્ય નિકાય આવનારા બે દિવસોમાં સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર એક નવું સંવિધાન રજુ કરશે અને નવા પેનલોને નિયુક્ત કરવાની જરૂરીયાત છે.

આ ક્રિકેટ કમિટિને ડીડીસીએ અધ્યક્ષ રજત શર્મા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા અને સહેવાગ, ચોપડા અને સંઘવી માટે પ્રથમ કામ વિભિનન્ન પસંદગી સમિતિઓ અને કોચોની પસંદગી કરવાનું હતું. આ કામને કરાત જ સહેવાગે સમિતિના અન્ય સભ્યો આકાશ ચોપડા અને રાહુલ સાંઘવી સાથે મળી મનોજ પ્રભાકરને કોચ તરીકે દિલ્હીની ટીમ સાથે બનાવી રાખવાની ભલામણ કરી હતી, પરંતુ તેને સ્વીકૃતિ મળી નહી. આ પછી આ ત્રણે પૂર્વ ખેલાડીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ. પરંતુ હજુ સુધી એ સાફ થઇ શક્યુ નથી કે શું આ કારણે જ સહેવાગે રાજીનામું આપ્યું છે. જ્યારે વીરેન્દ્ર સહેવાગને પૂંછવામાં આવ્યુ કે, શું તેમણે મનોજ પ્રબાકરે કોચ તરીકે પંસદ ન કરાવાના કારણે તેમને રાજીનામું આપ્યું છે? આ અંગે વિરૂએ કહ્યું કે, અમે સાથે મળીને ડીડીસીએમાં ક્રિકેટના સુધાર માટે પોતાનો સમય અને યોગદાન આપવાનો પ્રયાસ કર્યો. દિલ્હી ક્રિકેટના સર્વોત્તમ હિતને જોતા, અમે ત્રણે વ્યસ્ત કાર્યક્રમને જોતા ડીડીસીએની ક્રિકેટ કમિટિના કાર્યને કાયમી રાખવા અમે સક્ષમ નથી.

Previous articleઑસ્ટ્રેલિયા જતાં પહેલાં ભારતે બૅટિંગની ખામીઓ સુધારવી પડશે : ઈયાન ચેપલ
Next articleચૂંટણીપંચનો છબરડો : કોર્પોરેટરની અટક જ ફેરવી નાંખી