ચૂંટણીપંચનો છબરડો : કોર્પોરેટરની અટક જ ફેરવી નાંખી

1233

ગુજરાત રાજ્યમાં ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવતી જાય ત્યારે અનેક પ્રકારના કાવા-દાવા થતાં હોય છે. ત્યારે ઘણીવાર તંત્ર પણ નપાણીયું હોય તેમ તત્રંની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થતા હોય છે ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકાના  નગર સેવક પીન્કીબેન રજનીકાંત પટેલ પોતે વોર્ડ-૭ના નગસેવક છે ત્યારે ૨ ટર્મથી સતત ચૂંટાતા આ નગરસેવકે પાસે ૧-૧-૨૦૦૨ના રોજ ચૂંટણી કાર્ડ ધરાવતા અને ૨ ટર્મતી ચૂંટાતા નગરસેવકનું નામમાં પણ અટક અને નામ બદલી દેવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.

પ્રાપ્ત માહિતી મળ્યા મુજબ વોર્ડ-૭ના નગરસેવક તરીકે સેવા કાર્ય કરતાં પીન્કી બેન રજનીભાઈ પટેલ અને કડવો અનુભવ થવા પામ્યો છે.

ત્યારે પીન્કી પટેલને પટેલમાંથી ભૂદેવ બનાવી દેવાયા છે. ત્યારે પીન્કીબેન પટેલની નામની જગ્યાએ દવે હિના રજનીકાંત કરી દેવામાં આવ્યું છે. ત્યારે રવિવાર ના રોજ મતદાર સુધારાણા કાર્યક્રમમાં તંત્રની ભારે બેદરકારી સામે આવી હતી. ત્યારે તંત્રની આ બારે ભૂલ પટેલ સમાજમાંથી બ્રહ્મસમાજ તરફ નગરસવેકને ધકેલી દીધા હોય તેવો કિસ્સો કામે આવતાં નગરસેવકે લેખીતમાં આ બાબતે થયેલા ગફાલ જેવી ભૂલ ને પડકારીને ફરીયાદ કરીને નામ સુધારણા કરવા પણ જણાવ્યું છે.

Previous articleપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે ડીડીસીએની ક્રિકેટ કમિટીમાંથી રાજીનામુ આપ્યુ
Next articleગાંધીનગર કોર્ટમાં વકીલોના ધરણા અને દેખાવો