કોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઈને ઉત્તેજનાઃગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ

1380

૧૮ સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. આ સાથે કોંગ્રેસ ભાજપને ઘેરવા માટે એક પણ ચાન્સ ખોવા નથી માંગતી. આવતી કાલે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવાં માફી, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે વિધાનસભાની અંદર અને બહાર સરકારને ઘેરવા માટેનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભાજપને કોંગ્રેસની રણનીતિનો ખ્યાલ આવી ગયો છે, જેના ભાગરૂપે સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ સહિત રાજ્યના ખેડૂતોને પોતાના પડતર પ્રશ્નો અને દેવામાફી માટે ખેડૂત સંમેલનને મંજૂરી અપાઇ છે. ત્યારે ભાજપ એવું ઈચ્છે છે કે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંમેલન રેલી વિધાનસભા સુધી ન પહોંચવી જોઈએ. તેના માટે જીઁ, ૫ ડ્ઢઅજીઁ, ૧૦ ઁૈં, ૩૫ ઁજીૈં અને ૭૦ મહિલા પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ સિવાય જીઇઁની ૨ કંપની પણ તૈનાત કરવામાં આવી છે.

બીજી બાજુ ગુજરાતમાં ચોમાસું સત્ર દરમિયાન સરકાર પોતાના અમુક પડતર બિલો પસાર કરવાની યોજના બનાવી રહી છે. ત્યારે કોંગ્રેસનો વિધાનસભાનો ધેરાવ અને અંદરની સ્થિતિ શું હશે તે આવતીકાલે ખબર પડી શકે છે. કોંગ્રેસ ખાસ કરીને ખેડૂતો, પાણી, બેરોજગારી, મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકાર સામે ગંભીર આક્ષેપબાજીઓ અને સરકારને ભીંસમાં મુકવા પ્રયાસો કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે, પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને ખાળવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે

Previous articleમનપા દ્વારા સેકટર – ર માં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleમેયરનો વધતો જતો કોંગ્રેસ પ્રેમ આગામી સમયમાં પણ ભાજપના મેયરને ખુરશી સુધી પહોંચવા દેશે કે કેમ?