મેયરનો વધતો જતો કોંગ્રેસ પ્રેમ આગામી સમયમાં પણ ભાજપના મેયરને ખુરશી સુધી પહોંચવા દેશે કે કેમ?

1298

ગાંધીનગર મનપાની સ્થાપના થઈ ત્યારથી ભાજપની સરકાર તો જરૂર બની છે પરંતુ મેયર કોંગ્રેસમાંથી આવે તે પ્રણાલી હાલ પણ જળવાઈ રહે તેવું હાલના મેયરના કોંગ્રેસના જુકાવ પરથી લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટી મેયર બેઠા પછી મુદત પુરી થતાં ફરી પાછું કોંગ્રેસ સાથેનું ઈલુ ઈલુ ભાજપના સભ્યને મેયરની ખુરશી સુધી પહોંચવા દેશે કે કેમ તેવો પાટનગરમાં ચર્ચાતો પ્રશ્ન છે.

હાલના કોંગ્રેસમાંથી કુદકો મારીને મેયરનું પદ મેળવનારા પ્રવિણ પટેલે ગાં.મનપાની ઑફિસમાં અડધોકલાક આવીને ક્યારે ગાયબ થઈ જાય તે ખબર જ પડતી નથી ત્યારે અગાઉ મેયર મહેન્દ્રસિંહ રાણાએ પીવના પાણીના આર.ો. મુક્યા હબતા ત્યાં પણ પ્રજાના પીવાના પાણીને તાળા મારી દીધા છે. ત્યારે ભાજપના જ કાર્યકરોના કામ ન થતાં અને ભાજપના કાર્યકરોથી છેટા ચાલતાંમેયર હવે કોંગ્રેસ તરફી વધારે પ્રયાણ કરતાં હોય અને કોંગ્રેસના સભ્યો અને કાર્યકરો માટે ગ્રાન્ટ પણ વધારે કોંગ્રેસ માટે વાપરીને શહેરમાં કોંગ્રેસ અને મજબુત કરી રહ્યા હોવાનું સુત્રો જણાવે છે. ટૂંકા જ દિવસોમાં મેયરની મુદત પૂર્ણ થવાના આરે છે ત્યારે મેયરનો કોંગ્રેસ તરફી ઝુકાવ અને કોંગ્રેસના કાર્યકરો ઉપર વધારે પ્રેમ ઉજાગર થઈ રહ્યો છે.

હેમણાં ત્રણ જેટલા કાર્યકોરમાં અચુક નહીં પણ સૂચક હાજરી મેયરની જણાઈ આવી છે. ત્યારે અગાઉ પણ પ્રદેશ કક્ષાએ આવી ફરીયાદો પણ થવા પામે છે.ત્યારે મેયર તો કાયદા અને નિયમોનુંસાર કોગ્રેસના સભ્ય ગણાઈ રહ્યા છે. ભલે ને મેયર હોય ભાજપમાં, ત્યારે હવે ફરીથી મેયર હુદકો મારીને ફરીથી કોંગ્રેસમાં આવી જાય તો શું ? કોંગ્રેસના ૧૬ સભ્યો હતા એટલા પાછા થઈ જાય અને ભાજપમાંથી ૨થી ૩ સભ્યો આવવા પમ થનગની રહ્યા હોવાનું સુત્રો જણાવે છે. જેથી ખાનગી રાહે નામ ન આપવાની શરતે એક કોંગ્રેસી કાર્યકરે જણાવ્યું હતું કે તખ્તો ઘડાઈ ચુક્યો છે પણ કોંગ્રેસમાથી જેમને મેયર બનવું હોય તે ભાજપના જે સભ્યો લાવે તે મેયર બને ત્યારે ભાજપના પણ બેથી ત્રણ નગર સેવકોની છેલ્લી ટર્મ કોઈ પણ સંજાગોમાં સત્તા હાંસલ કરવા કોંગ્રેસ બાજી મારવા દાણા નાંખી દીધા છે. ત્યારે મેયરની મુદત પૂર્ણ થતાં પહેલાં નજીકના જ દિવસોમાં નવા જુનીના એંધાણ પ્રાપ્ત સુત્રો દ્વારા થયા છે.

મેયરનો હવે કોંગ્રેસી પ્રેમ જાગી ગયો હોય તેમ કોંગ્રેસ પ્રેરીત ચાલતી સંસ્થાઓના ઉદ્‌ઘાટનોમાં દોટ મુકી છે. ત્યારે તેમની સાથે એક પણ કાર્યકર ભાજપનો દેખાતો નથી. ત્યારે ભાજપની છબી તો શહેરમાંથી બગીજ છે. પણ ભાજપનું ધોવાણ પણ થઈ રહ્યું છે. ત્યારે આ બાબતે પ્રદેશ કક્ષાએ વેટડ એન્ડ વોચ રાખવા સુચના તો આપી છે અને પ્રદેશ કક્ષાએ મુદત પૂર્ણ થવા દેવી તે સુચના ભાજપ માટે ઘાતક ન નીવડે તો સારું બાકી પ્રદેશ નેતાઓની ભૂલથી મોટું બફાઈ જાય તો નવાઈ નહીં. ત્યારે જ્યારતી નગરપાલિકા બની છે. ત્યારે આજદિન સુધી ભાજપનો કોઈ પણ નગર સેવક મેયર બન્યો નથી અને જે બન્યા છે તે વાયા કોંગ્રેસથી આવીને જ બન્યા છે. ત્યારે મેયર દ્વારા લાખો રૂપિયાની ગ્રાંન્ટો પણ મોટા ભાગની કોંગ્રેસ તરફી અને કોંગ્રેસના કાર્યકરોમાં વાપરી છે. ત્યારે સત્તાધારી પક્ષની ગ્રાન્ટમાંથી કોગ્રેસ મજબુત થઈ છે. જેના દાખલો પણ લેવા હોય તો ગાંધીનગરની ઉત્તરની સીટ કોંગ્રેસની જાળીમાં કેવી રીતે આવી તે ખરેખર તો મંથન કરવા જેવું છે.

Previous articleકોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઈને ઉત્તેજનાઃગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ
Next articleલાંબા સમય બાદ શંકરસિંહ ફરી સક્રીય