લાંબા સમય બાદ શંકરસિંહ ફરી સક્રીય

1357

લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સક્રીય થયા છે. બાપૂએ એક જાહેરાત કરતા કહ્યું, તેમણે આવતીકાલે પોતાના નિવાસ સ્થાન વસંત વગડોમાં સમર્થકો સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ શંકરસિંહ આવતીકાલે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા રાજકીય દિશા નક્કી કરવાની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ-કૉંગ્રેસ જેવા પક્ષોથી અંતર બનાવીને દૂર રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સક્રીય થતા રાજકીય પક્ષોમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તેમના પુત્ર મહેંદ્ર સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે.

Previous articleમેયરનો વધતો જતો કોંગ્રેસ પ્રેમ આગામી સમયમાં પણ ભાજપના મેયરને ખુરશી સુધી પહોંચવા દેશે કે કેમ?
Next articleનેશનલ ફેમીલી બેનીફીટ યોજનાના સહાય સીધી ખાતામાં જમા કરાવવાની યોજનાનો આજથી શુભારંભ