રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ ય્ીસ્ દ્વારા કરશે તેમ, આજે મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે ય્ીસ્ ના લોન્ચિંગ પ્રસંગે મુખ્ય સચિવ જે.એન.સિંગે જણાવ્યું હતું. ય્ીસ્ ના પ્લેટફોર્મ સિવાય કોઇપણ વસ્તુની ખરીદી કરવાની જરૂરિયાત જણાશે તો તે અંગે જે તે વિભાગે ઉદ્યોગ વિભાગ પાસે તે અંગેની મંજૂરી લેવી પડશે. જેટલા વધુ ખરીદનાર અને વેચનાર આ ય્ીસ્માં જોડાશે તેટલું આ પ્લેટફોર્મ સફળ થશે જેથી તેને પ્રાધાન્ય આપવું જરૂરી છે તેમ મુખ્ય સચિવે ઉમેર્યુ હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટ પેલેસ બાબતે જાગૃત્તિ ફેલાય તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં ૬ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથે ધરવામાં આવી છે. જેમાં વર્કશોપ, રોડ-શો, ઈવેન્ટ્સ અને અન્ય માહિતી, શિક્ષણ અને સંચારની પ્રવૃત્તિઓ સહિત ખરીદદારો અને વેચાણકારોની નોંધણીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ય્ીસ્ના ઝ્રર્ઈં રાધા એસ. ચૌહાણે જણાવ્યું કે, જાગરૂકતાના સમયગાળા દરમિયાન જી.આઇ.એમ. પર કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઑન-ર્બોડિંગ અને ખરીદીમાં વધારો કરવા માટે ગ્રાહક નોંધણી ડ્રાઇવ પણ લોંચ કરવામાં આવી છે. વધારાના વર્ગોમાં ઑન-ર્બોડિંગ માટે વિક્રેતા રજિસ્ટ્રેશન ડ્રાઇવની પણ શરૂઆત થઈ રહી છે. અને તેમણે એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનો, રાજ્યો અને તેમની એજન્સીઓ, સરકારી કચેરીઓ સહિત, જીઈએમ પર ઑન-ર્બોડિંગ માટે કી વિક્રેતાઓની સૂચિને શેર કરવા સાથે કાર્યરત કરવામાં આવશે. રાધા ચૌહાણે ઉપસ્થિત અધિકારી અને વેપારીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી તમામને ય્ીસ્ ની પદ્ધતિ અંગે માહિતગાર કર્યા.
ય્ીસ્નો મુખ્ય ઉદ્દેશ કોમન ગુડ્ઝ એન્ડ સર્વિસ માટેની સુવિધાઓ વન-સ્ટોપ ઓનલાઈન માર્કેટ પ્લેસ પૂરી પાડવાનો છે. ય્ીસ્નો ઉદ્દેશ સરકારી પદ્ધતિઓને સંપૂર્ણપણે પારદર્શી બનાવવાનો અને તેની કાર્ય ક્ષમતામાં વધારો કરવાનો છે. અહિં તમામ ટ્રાન્ઝેક્શન સલામત અને સુરક્ષિત રહે છે.
કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર સુરેશ પ્રભુએ આ ઝુંબેશને વિશે જણાવ્યું હતું કે, ય્ીસ્ના ઉપયોગથી ઓછા દરે, ઓછા સમયમાં વધારે સારી ગુણવત્તા પ્રાપ્ત થશે. જેનો મુખ્ય ઉદ્દેશ જટીલ પદ્ધતિઓની સામે પબ્લિક પ્રોક્યોરમેન્ટનું સરળી કરણ કરવાનો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯૦૧ પ્રાઈમરી અને ૨૦૦૩ સેકન્ડરી ખરીદ દારો અને ૩૬૪૦ વેચાણ કારો અને સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા ઓનલાઈન પરચેઝ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં ૩૩૨૧ વેચાણકારો દ્વારા કુલ રૂ. ૨૪૬. ૫૩ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યા છે.
આ આખી પ્રક્રિયા દ્વારા કેન્દ્ર સરકારના મીનીમમ ગવર્નમેન્ટ, મેક્સીમમ ગવર્નન્સના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે જાહેર વહીવટમાં ભ્રષ્ટ્રાચાર બંધ થાય તેમજ પારદર્શીતા વધારવાનો છે. આ ઉપરાંત ડિઝીટલ ઈન્ડિયાના ઉદ્દેશ કેશલેશ, કોન્ટેક્ટલેસ, પેપરલેસ ટ્રાન્ઝેક્શન વધારવાનો ઉદ્દેશ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૧૬માં વડાપ્રધાન દ્વારા વિવિધ સરકારી વિભાગો/સંગઠનો/ પીએસયુ માટે સામાન્ય વપરાશના માલ અને સેવાઓની ઓનલાઈન પ્રાપ્તિની સુવિધાને આવશ્યક બનાવવા માટે જીઈએમ એસપીવી વન-સ્ટોપ ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ સ્થાપવાનું નક્કી કરાયું