યુવા ઉત્સવમાંં બેલુર વિદ્યાલયનો શ્રેષ્ઠ દેખાવ

907

તાજેતરમાં યોજાયેલ મહુવા-તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં મહુવાની શાળા બેલુર વિદ્યાલયના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. જેમાં વિવિધ કૃતિઓમાં પ્રથમ ક્માંક પ્રાપ્ત કરેલ. તાલુકા કક્ષાએ સમુહગીતમાં પ્રથમ બેલુર કલાવૃંદ, હળવું હાર્મોનિયમમાં અને ચિત્રમાં પ્રથમ ત્રિવેદી વૃંદા, નિબંધ સ્પર્ધામાં પ્રથમ દેસાઈ કૃપાલી, શા. કંઠય સંગીતમાં અને હળવું કંઠય સંગીતમાં પ્રથમ રાજયગુરૂ નંદિની વકતૃત્વ સ્પૃધામાં મહેતા જહાનવી, લોક વિદ્યામાં પ્રથમ કવાડ જયેશ, એકપાત્રીય અભિનયમાં પ્રથમ લાડુમોર લલીત, લોકગીતમાં પ્રથમ લાંગાવદરા સંદિપ, તબલા વાદનમાં પ્રથમ ચિત્રોડા તેજસ આવેલ. આમ કુલ ૧૧ કૃતિઓમાં બેલુર બર્ડઝે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ. આ તકે તમામ બેલુર બર્ડઝને તથા ટ્રેનર સ્ટાફગણને શાળાના એમ.ડી. બી.સી. લાડુમોર સેક્રેટરી પી.એમ. નકુમ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

Previous articleઘોઘાસર્કલ ગણેશોત્સવમાં જાદુગર હકુભાઈના શોનું કરાયેલું આયોજન
Next articleઆઉટ સોર્સીંગ પ્રથા બંધ કરી કર્મચારીઓને યોગ્ય પગારની માંગ સાથે આવેદન અપાયું