શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ગુરૂવારે કરાશે નવરાત્રી મંડપનું રોપણ

1095

પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે  આસો માસની નવરાત્રીની સંપૂર્ણ શાસ્ત્રોક્ત પધ્ધતિથી પરંપરાગત ઉજવણી કરાશે જે અંતર્ગત જળઝીલણી અગિયારસને ગુરૂવાર , તા.૨૦ સપ્ટેમ્બરના સવારે ૧૦.૨૦ કલાકે માણેકચોકમાં મંડપ-ધ્વજા રોપવામાં આવશે.

ભંડારિયામાં આસો સુદ નવરાત્રીની ભારે શ્રધ્ધા અને ભાવભેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો સામેલ થતા હોય છે. આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાય છે. ગુરૂવારે નવરાત્રીના મંડપ રોપણ બાદ નવરાત્રી ઉત્સવ સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાશે. મંડપ રોપણ વિધિ પ્રસંગે માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Previous articleનકળંગ ધામે રામાપીર નવરાત્રીનું અનુષ્ઠાન
Next articleદામનગરમાં લક્ષ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ યોજાયો