સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિક સ્કુલ, સિહોર ખાતે ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા ભાવનગર જીલ્લા વહિવટી તંત્ર અને જીલ્લા રમત-ગમત અધિકારી કચેરી ભાવનગર તેમજ વીદામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિક સ્કુલના સંયુકત ઉપક્રમે યરાત્રા પશ્ચિમાલાપ સાંસ્કૃતિક કાર્ય્ક્રમ યોજાઈ ગયો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત (કુલ ૬ રાજય)ના ૯૦ કલાકારોની કલાને મનભરીને માણવા માટે સિહોર શહેરની જનતા વિદ્યામંજરી જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓ, વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અરૂણભાઈ ભલાણી, નિતીનભાઈ દવે તેમજ ગાયત્રી એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સંચાલક, આચાર્ય તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.