અખિલ હિંદ અંધજન ધ્વજ્દીન સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે તા. ૧૭/૦૯/૨૦૧૮ ને સોમવારનાં રોજ સવારે ૧૧.૦૦ કલાકે નિર્મળનગર ખાતે નેત્રહીનોનાં સર્વાંગી વિકાસ અર્થે વિશિષ્ટ ફંડ એકત્રીકરણ કરવા જનજાગૃતિ બુથ માજી.મેયર સુરેશભાઈ ધાંધલ્યાના વરદ્દ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના જન. સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણી ફ્લેગ-ડે અંતર્ગત કરવાના કાર્યો વિષે માહિતી આપી હતી. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં હિતાર્થે ફંડ અકત્રીકરણ કરી તઓને પગભર બનાવવા તેમજ જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી આપી પુનઃ સ્થાપિત કરવા વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમનાં અધ્યક્ષ સુરેશભાઈ ધાંધલ્યાએ પ્રજ્ઞાચક્ષુઓ માટે અવિરત રીતે કાર્યરત સંસ્થાની પ્રવૃતિઓની સરાહના કરી ફંડ એકત્રીકરણની પ્રવૃત્તિમાં શહેરની જનતાને ઉદાર હાથે ફાળો આપી નેત્રહીનોનાં સર્વાંગી વિકાસ અર્થે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કરેલ જયારે આભાર વિધિ સંસ્થાના સહમંત્રી મહેશભાઈ પાઠકે કરી હતી. શાંતિભાઈ પટેલ અને અન્ય ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓ તેમજ ટ્રસ્ટીશ્રી પંકજભાઈ ત્રિવેદી, સુરપાલસિંહ ગોહિલ, શાળાનાં આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા સહિત બહોળી સંખ્યામાં વિશિષ્ટ શિક્ષકોએ હાજરી આપી હતી.