પાલિતાણા નાગરિક શારફી સહ. મંડળીએ રર લાખનો નફો કર્યો

1205

પાલિતાણા ખાતે સામાજિક અને જનહિતની અનેક વિધ પ્રવૃત્તિઓ સાથે સહકારી કાર્ય કરતી પાલિતાણા નાગરિક શરાફી સહકારી મંડળી લી. પાલિતાણાની ર૩મી વાર્ષિક સાધારણ સભા તા. ૧૬-૯-ર૦૧૮ના રવિવારના રોજ સાંજના પ-૦૦ કલાકે પટેલ બોર્ડિંગ, પાલિતાણા ખાતે યોજાયેલ.  ૧૩ વર્ષથી મંડળીનું સફળ સુકન સંભાળી રહેલા પ્રમુખ પ્રવીણભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને મંડળીની ર૩મી વાર્ષિક સાધારણ સભામાં તેજસ્વી વીદ્યાર્થીઓ, તેમજ નિયમીત લોનીને પ્રોત્સાહિત ઈનામ કાર્યક્રમ સાથે યોજાયેલ.

સભામાં ખાસ ઉપસ્થિત રહી. પ્રોત્સાહિત કરતા પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, નાનુભાઈ ડાંખરા, નાનુભાઈ માંડવીયા, કરીમભાઈ, ગિરવાનસિંહ અશોકભાઈ પંડયા અને કુમારભાઈ ઉપાધ્યાયએ પ્રાસંગિ ઉદ્દબોધન મંડળીના વહીવટ કર્તા પ્રમુખ પ્રવિણભાઈ ગઢવીની પ્રશંસા કરતા જણાવેલ કે તેમના નેતૃત્વમાં મંડળીની ઉત્તમ ઉત્તરોત્તર પ્રગતિ શીલતા અને પાલિતાણા શહેરના નાગરિકો માટે નોંધપાત્ર લોક કલ્યાણ પ્રવૃત્તીઓ કરતી એક માત્ર સહકારી સંસ્થાન છે.  પ્રમુખસ્થાનેથી પ્રવિણભાઈ ગઢવીએ મંડળીના વર્ષ ર૦૧૭-૧૮નો વાર્ષિક અહેવાલ રજુ કરતા જણાવેલ કે મંડળીના દરેક સભાસદોને મંડળીના કામોમાં સંપુર્ણપણે ઉપયોગી, પ્રયત્નશીલ, નિષ્ઠવાન અને કાર્યદક્ષ ડિરેકટરો અને કર્મચારીઓના સમન્વય સહયોગથી કરકસરમાં સંચાલન કરી મંડળીની પ્રગતિમાં ઉત્તરોત્તર વિકાસ કરે છે. વર્ષ દરમ્યાન રૂા. ૮ર૭૦૦૦૦/-નું સભાસદોને ધિરાણ કરી, વસુલાત રૂા. ૭૮૦૪૭૮ર કરેલ છે જયારે રૂા. રર,ર૬૦૦૧નો વિક્રમ જનક નફો કરેલ છે. જેનો પ્રત્યક્ષ લાભ મંડળીના સભાસદોને પ્રાપ્ત થાય છે.

Previous articleરાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર દ્વારા નિર્મળનગરમાં જનજાગૃતિ બુથ ખોલાયું
Next articleબોટાદમાં જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકતા તબીબોને ૧૧ હજારનો દંડ