સમગ્ર ગોહિલવાડ પંથકમાં દુદાળા દેવ ગણેશજીના મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ભાવનગર શહેરમાં ઠેર ઠેર વિવિધ યુવક મંડળો, ગૃપો દ્વારા ગણેશ ઉત્સવનાં આયોજનો કરવામાં આવ્યા છે જેમાં શહેરનાં રૂપાણી દિવડી ખાતે પંરપરા મુજબ ભવ્ય આયોજન કરાયુ છે જેમાં દરરોજ અસંખ્ય ભાવિક ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને આરતી તથા પ્રસાદનો લાભ લઈ રહ્યા છે જ્યારે મેઘાણી સર્કલ ખાતે આવેલા મહાકાળીમાતાનાં મંદિરે પ્રથમ વખત ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળ તથા ડો. ધીરૂભાઈ શિયાળે ગણપતીદાદાની આરતીનો લાભ લીધો ડો.ધીરૂભાઈ શિયાળે ગણપતીદાદાની આરતીનો લાભ લીધો હતો અહી દરરોજ રાત્રીનાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં ભાવિકો આસ્થાભેર દર્શનનો લાભ લઈ રહ્યા છે.