નવા સિન્ધુનગરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાબાજ ઝડપાયા

782

શહેરના નવા સિન્ધુનગર વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાબાઝોને ઘોઘા રોડ પોલીસે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતાં.

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.ઇશરાણીના સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા પો.હેડ.કોન્સ યોગેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ કિર્તીસિંહ રાણા તથા જયદિપસિંહ જાડેજા, ફારૂકભાઇ મહિડા, ખેંગારસિંહ ગોહિલ,સાગરદાન લાંગડીયા, વનરાજસિંહ પરમાર, હેશભાઇ રાઠોડ, કાળુભાઇ રાઠોડ વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન પો.કોન્સ. જયદિપસિંહ જાડેજાને બાતમીરાહે મળેલ હકિકત આધારે નવુ સિન્ધુનગર ગલી નં.ર ઘંટીની બાજુમાં નિલેશભાઇ બચાણીના ઘર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળ-કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં અજયભાઇ નરસુમલ પીંજાણી/સિંધી, રહે. ન્યુ સિધુનગર ગલી નં.ર ઇસરભાઇના મકાનમાં  ભાડેથી, જેકીભાઇ જેઠાનંદભાઇ મનવાણી/સિંધી, રહે.નવુ સિન્ધુનગર સંત સેવારામ મંદિરની બાજુમાં રૂમ નં.૪૦૨ ભાવનગર, સંજયભાઇ મોહનભાઇ પોપટાણી/સિંધી, રહે.નવું સિન્ધુનગર લખીરામ મંદિરની બાજુમાં ભાવનગર, જયેશભાઇ હેમંતભાઇ આહુજા/સિંધી, રહે. જુનુ સિન્ધુનગર પ્રભારામ ચોક પાસે, શંકરભાઇ અશોકભાઇ રાજપાલ/સિંધી, રહે. નવું સિન્ધુનગર ગલી નં.૨, સાગરભાઇ સુરેશભાઇ રાજાઇ/સિંધી, ઉવ.૨૪,રહે.નવું સિન્ધુનગર દેવુમાના મંદિરની સામે મફતનગર કુલ-૬ માણસો રોકડા રૂા.૧૨૭૧૦/-, નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ. જે તમામ મુદ્દામાલ કબ્જે કરી છ ઇસમોને ધોરણસર અટકાયત કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

Previous articleઓફીશ્યલ ડી.ડી. ન હોવાના કારણે ફરીયાદ થઈ શકે નહી : એસ.પી. માલ
Next articleગણપતિ વિસર્જનનો પ્રારંભ