બરવાળાના રોજીદ પાસે કાર પલ્ટી ખાતા બેના મોત, બેને ગંભીર ઈજા

1141

બરવાળા તાલુકાના રોજીદ ગામ પાસે આવેલ સુચિત ડેરી પાસે વેગનાર કાર પલ્ટી મારી જતા કારમાં મુસાફરી કરી રહેલ બે યુવાનના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરૂણ મોત નિપજયા હતા જયારે બે લોકોને લોહિયાળ ગંભીર ઈજાઓ પહોંચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતા જ બરવાળા પોલીસ સ્ટેશનના આર.કે. પ્રજાપતિ, ભુપતભાઈ વાલાણી, વિજયસિંહ ચુડાસમા, સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  આ અંગે બરવાળા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર બરવાળા-ધંધુકા હાઈવે ઉપર રોજીદ ગામ પાસે આવેલ સુચિ ડેરી નજીક સાંજના ૪-૩૦ વાગ્યાના અરસામાં લાખીયાણી ગામથી અમદાવાદ તરફ જઈ રહેલી વેગેનાર કાર નં. જી.જે.૧૮ એ.બી. ૯૯૦૬ ચાલક દ્વારા સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી મારી જતા રોડ નીચે ખાળીયામાં ઉત્તરી જતા કારમાં સવાર ભગીરથસિંહ જીલુભાઈ પરમાર (ઉ.વ.રપ, લાખીયાળી), અશોકભાઈ નવજીભાઈ ડોડીયાર (ઉ.વ.૩પ) રહે. પહાડીયા (ચિતરીયા) સાંબરકાંઠાને લોહિયાળ ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કમાકમાટીભર્યુ કરૂણ મોત નિપજયું હતું. જયારે કારમાં અન્ય મુસાફરી કરી રહેલ કરણભાઈ જોરૂભાઈ ડોડીયા (ઉ.વ.રપ, લાખીયાણી), રાજુભાઈ પ્રભાતભાઈ ડોડીયા (ઉ.વ.૩પ) રહે. લાખીયાણીને ગંભીર ઈજાઓ પહોંચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ના ઈએમટી રામદેવસિંહ ગોહિલ તેમજ પાયલોટ પરેશભાઈ દુલેરા દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવના બન્ને મૃતક યુવાનોના પી.એમ. બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા હતાં.

આ અંગે બરવાળા પોલીસે કાચ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આર.કે. પ્રજાપતિ, પો.સ.ઈ. બરવાળા ચલાવી રહ્યા છે. આ બનાવ અંગેના વાયુવેગે સમાચાર પ્રસરી જતા બરવાળા હોસ્પિટલ ખાતે સમાજ આગેવાનો, મિત્રો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતાં અને નાના એવા લાખીયાણી ગામમાં યુવાનોના મૃત્યુથી ગમગીની પ્રસરી ગઈ હતી.

Previous articleગણપતિ વિસર્જનનો પ્રારંભ
Next articleવકીલોની રેલી તેમજ દેખાવો થયા : કોર્ટ કામગીરી ઠપ થઇ