૩૦૦ કરોડ હેરોઈન કેસ : ગુજરાત એટીએસએ વધુ એક આરોપીને ઝડપ્યો

806

૩૦૦ કરોડની હેરોઇન મામલામાં ગુજરાત એટીએસે જમ્મુ-કાશ્મીરના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નઝિર એહમદ ઠાકર નામના આ આરોપીને અનંતનાગથી પકડવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે નઝિર એહમદ જ ગુજરાત આવીને ત્રણ વાર ૧૦૦ કરોડ હેરોઇન લઇ ગયો હતો અને તેનું પંજાબમાં વેચાણ કરતો હતો.

પાકિસ્તાનથી પંજાબ વાયા ગુજરાતનો આ નવો રૂટ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીઆઓનો પસંદીદા હતો. જૈશ-એ-મોહમ્મદ હાલમાં જ આશરે ૩૦૦ કરોડની કિંમતના ૧૦૦ કિલો હેરોઇનને ભારતીય બાજારમાં ઘુસાડવામાં સફળ રહ્યાં છે. આ મામલામાં ગુજરાત એટીએસે હાલ બે ડ્રગ માફીયાને ઝડપી ચુકી છે અને વધુ એક સાથે પૂછપરછ ચાલી રહી છે.

Previous articleવકીલોની રેલી તેમજ દેખાવો થયા : કોર્ટ કામગીરી ઠપ થઇ
Next articleરાજ્યના તમામ વિભાગોની ખરીદી હવે GeM દ્વારા કરાશે : મુખ્ય સચિવ સિંગ