ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૬૮માં જન્મ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેરના ભરતનગર, ક.પરા, કુંભારવાડા વિસ્તારમાં વિના મુલ્યે મેડીકલ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા આ કેમ્પમાં સર ટી હોસ્પિટલના તબિબો જેમા ફીઝીશ્યન ગાયનેક બાળરોગ નિષ્ણાંત, એપ્થોમોલોજીસ્ટ, ઈ.એન.ટી સર્જન ડેન્ટીસ્ટ સ્કીન વી.ડી. સર્જન, સહિતનાઓ દ્વારા સેવા આપવામાં અઇાવી હતી આ મેડીકલ કેમ્પોમાં કુલ ૬૭૬ દર્દીઓએ લાભ લીધો હતો.