આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક પી.એમ. માલ હાથ ધરેલ ઝુંબેશ અનુસંધાને એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. સી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલની સંયુકત બાતમી આધારે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ખોખરા ગામેથી વર્ષ ર૦૧૬માં સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનો ભદાભાઈ ખસીયા ઉ.વ.૩૧ રહે.મુુળ ગામ ખોખરા તા.ઘોઘા હાલ વાણંદ સોસાયટી, રમેશભાઈ હિફાભાઈ ડાભીના મકાનમાં સિદસર રોડ ભાવનગરવાળાને ભાવનગર-તળાજા રોડ સાણોદર ગામના પાટીયા પાસેથી પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ.
આ કામગીરીમાં એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. સી.જી. જોશી તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા જોડાયા હતા.