ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું સ્વાસ્થ ખરાબ હોવાને કારણે ગોવાનું રાજકારણ ગરમાયુ છે. લાંબા સમયથી બીમાર રહેલા સીએમ પારિકર હાલ એઈમ્સમાં સારવાર લઇ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજ્યપાલ મૃદુલા સિન્હા સાથે મુલાકાત કરવા રાજ ભવન પહોંચ્યા હતા.
જોકે રાજ્યપાલ સાથે તેમની સાથે મુલાકાત થઇ શકી ન હતી તો તેઓ રાજભવનમાં એક પત્ર આપી આવ્યા હતા.કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ રાજભવન જઇને સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો. જોકે રાજ્યપાલ સાથે તેમની સાથે મુલાકાતી થઇ શકી નહતી તો તેઓએ રાજભવનમાં એક પત્ર આપ્યો હતો. ગોવામાં કોંગ્રેસના કુલ ૧૬ ધારાસભ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, તેમની પાસે એક એનસીપી ધારાસભ્ય સહિત કુલ ૧૭ ધારાસભ્યનો સમર્થન છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યપાલ રાજભવનમાં હાજર ન હતા.
ગોવામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સી. કાવલેકરે જણાવ્યું કે, અમે આ પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી છીએ. બધાને જાણ છે કે ગોવામાં સરકાર કેવી રીતે ચાલી રહી છે. સરકાર હોવા છતાંય નથી. અમારી પાસે સંખ્યાબળ છે, એટલા માટે અમે સરકાર બનાવવાનો દાવો કરીએ છીએ. રાજ્યપાલ કાલે પણજીમાં હશે. અમે તેમને સરકાર રચવાના નિમંત્રણ માટે વિનંતી કરીશું.
અમે રાજ્યપાલને જણાવીશું કે, અમે ગત એક વર્ષથી કામ કરી શક્યા નહતા આવી સ્થિતીમાં અમને સરકાર રચવા માટે આમંત્રિત કરવા જોઇએ. અમારી પાસે સરકાર બનાવવા માટે પૂર્ણ બહુમતી છે. અમે પહેલાથી જ સૌથી મોટી પાર્ટી છીએ અને ભવિષ્યમાં પણ રહીશું.
ગોવાની વિધાનસભામાં ૪૦ બેઠકો છે, જેમાં ભાજપ પાસે ૧૪ ધારાસભ્ય છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી(એમજીપી)ના ૩, ગોવા ફોરવર્ડ પાર્ટી(જીએફપી)ના ૩ અને બીજા ૩ અપક્ષ ધારાસભ્યઓનો સમર્થન છે. બીજી તરફ કોંગ્રેસ પાસે ૧૭ ધારાસભ્ય છે. આ સમીકરણ જોઇને લાગે છે કે બન્ને પાર્ટી(એમજીપી અને જીએફપી) અને અન્ય અપક્ષ ધારાસભ્યની ભૂમિકા મહત્વની રહેશે.