ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં ભારે તારાજી સર્જયા બાદ વિનાશકારી માંગખુટ તોફાનની અસર હવે ધીમે ધીમે ઘટી રહી છે. જો કે, સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ફિલિપાઈન્સ અને હોંગકોંગમાં ભારે નુકસાન પહોંચ્યા બાદ આ વિનાશકારી વાવાઝોડું હવે ચીન પહોંચી જતા ત્યાં પણ લોકોને માઠી અસર થઇ છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ ૨૪.૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આ તોફાનના કારણે ફિલિપાઇન્સમાં મોતનો આંકડો વધીને હવે ૬૨ ઉપર પહોંચી ગયો છે. તોફાનના કારણે જિયાંગમેન શહેરના દરિયાકાઠાના વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. અહીં ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હજુ સુધી ૨૪.૫ લાખ લોકોને વિસ્તારમાંથી સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. આવી જ રીતે ૪૮૦૦૦થી વધારે માછીમારોની નોકાને પાછી બોલાવી લેવામાં આવી છે.